મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આણંદમાં નશામાં ચૂર કાર ચાલકે બે વાહનને લીધા અડફેટે

હાલમાં એક વિડિઓ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિએ નશાની હાલતમાં કાર ચલાવી રસ્તા પરના અન્ય વાહનોને અડફેટે લીધા

હાલમાં એક વિડિઓ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિએ નશાની હાલતમાં કાર ચલાવી રસ્તા પરના અન્ય વાહનોને અડફેટે લીધા હતા. આણંદના સોજીત્રા રોડ પર અકસ્માતની ઘટના બનતા આ વીડિયો ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. નશામાં ચૂર કાર ચાલકે એક કાર અને એક્ટિવાને અડફેટમાં લીધા હોવાની માહિતી મળી રહી છે.

આ પણ વાંચો : ભરુચની 10 વર્ષીય નિર્ભયાના ન્યાય માટે રેલી, આરોપીને ફાંસી આપવા માંગ

લોકો દ્વારા કાર ચાલકની પૂછપરછ કરાતા કાર ચાલક નશો કરીને આવ્યો હોવાનું માલુમ પડ્યો. વધુ પુછતાછ કરાતા કાર ચાલકે જણાવ્યું હતું કે તેઓ જીંદગીથી પરેશાન થઈ ગયા છે. અકસ્માતમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા તૈયાર છે. તેમજ કોઈને પોલીસને બોલાવવા હોય તો પણ બોલાઈ લો તેવું તેમણે કહ્યું હતુ.  

વાયરલ વીડિયોની gstv પુષ્ટિ કરતું નથી.

આ સમાચાર શેર કરો