મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Mehsana news: દૂધસાગર ડેરીમાં સર્જાયો ઇતિહાસ, એક જ દિવસમાં ૪૫ લાખ લિટર દૂધની આવક

મહેસાણાની શાન ગણાતી દૂધસાગર ડેરીએ દૂધ સંપાદનમાં નવો ઈતિહાસ રચ્યો છે. ડેર

Mehsana news: દૂધસાગર ડેરીમાં સર્જાયો ઇતિહાસ, એક જ દિવસમાં ૪૫ લાખ લિટર દૂધની આવક

મહેસાણાની શાન ગણાતી દૂધસાગર ડેરીએ દૂધ સંપાદનમાં નવો ઈતિહાસ રચ્યો છે. ડેરીના ૬૫ વર્ષના ઈતિહાસમાં નોંધાયેલી સૌથી વધુ દૂધની આવકથી સહકારી ક્ષેત્રે નવો કિર્તીમાન સ્થપાયો છે. ડેરીમાં દૂધની આવક વિક્રમી સપાટીએ પહોંચતા સંચાલકો અને પશુપાલકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

દૂધની આવકમાં ધરખમ વધારો

મહેસાણા દૂધસાગર ડેરીમાં દૂધની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે. ડેરીમાં એક જ દિવસમાં ૪૫ લાખ લિટર દૂધની આવક નોંધાઈ છે, જે છેલ્લા ૬૫ વર્ષમાં સૌથી વધુ છે. અગાઉ દૂધની આવક ૩૦ થી ૩૨ લાખ લિટર રહેતી હતી, જેમાં મોટો ઉછાળો આવ્યો છે. ડેરીના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા પાંચ વર્ષથી પશુપાલકોને દૂધના સારા ભાવ મળી રહ્યા છે. આ ઉપરાંત વર્ષના અંતે ભાવ વધારો, પશુપાલકો માટે વીમા કવચ, વેટરનરી સેવાઓ અને સસ્તું તેમજ સારું પશુદાણ જેવી સુવિધાઓને કારણે પશુપાલકોનો ડેરી પર વિશ્વાસ વધ્યો છે. પશુપાલકોને હવે ભરોસો છે કે દૂધના ભાવ ઘટશે નહીં અને સારો નફો મળશે, જેના પરિણામે તેઓ પશુપાલન વ્યવસાય તરફ વધુ વળ્યા છે અને દૂધ સંપાદનમાં આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ છે.

આ સમાચાર શેર કરો