હિન્દૂ નેતા ઉપદેશ રાણાને ધમકી મામલે મોટો ખુલાસો, અજાણ્યા નંબર પરથી આ શખ્સે ફોન કર્યો હોવાનો ઘટસ્ફોટ
સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા કામરેજના મૌલવીના રિમાન્ડ પુરા થતા સબજેલમાં મોકલી અપાયો છે. પરંતુ, ગોડાદરા પોલી

સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા કામરેજના મૌલવીના રિમાન્ડ પુરા થતા સબજેલમાં મોકલી અપાયો છે. પરંતુ, ગોડાદરા પોલીસ સ્ટેશનમાં માર્ચ મહિનામાં ઉપદેશ રાણાએ અજાણ્યા નંબર પરથી ધમકી મળ્યાની ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં મૌલવીનું જ નામ સામે આવતા હવે પોલીસે તે અંગે પણ તપાસ હાથ ધરશે.
મૌલવીના રિમાન્ડ પૂર્ણ
હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદેશ રાણાને જાનથી મારી નાંખવાની ધમકી આપવાના કેસમાં કઠોરના મૌલવી સોહેલ અબબુકર ટીમોલની ગત 4 મે ના રોજ ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેના 12 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરતા બિહાર અને નાંદેડથી બેની ધરપકડ કરવામાં આવી છે. આ બંનેની પૂછપરછ હાલ ચાલુ છે. જ્યારે મૌલવીના રિમાન્ડ પૂરા થતા ગઈકાલે તેને સબજેલમાં મોકલી આપ્યો હતો.
ગોડાદરા પોલીસમાં મૌલવી સામે થશે તપાસ
ઉપદેશ રાણાએ ગત માર્ચ મહિનામાં અજાણ્યા નંબર પરથી તેને ધમકી મળી હોવાની ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગોડાદરા પોલીસે જે તે સમયે અજાણ્યા નંબરના સીડીઆર મેળવી તપાસ હાથ ધરી હતી. જો કે પાકિસ્તાનના નંબર હોવાથી પોલીસની તપાસ અટકી પડી હતી. પરંતુ હવે આ સમગ્ર કેસ ક્રાઈમ બ્રાંચની તપાસમાં ખુલ્લો થયો છે. ત્યારે આગામી દિવસોમાં મૌલવી સામે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાબતે તપાસ શરૂ થશે.








