ભારતમાં સૌથી વધુ મહિલાઓ સર્વાઈકલ કેન્સરને બને છે ભોગ, ટેસ્ટિંગના અભાવે ગુમાવવો પડે છે જીવ
ગર્ભાશયના મુખનું કેન્સર એ ભારતમાં કેન્સરને કારણે મૃત્યુ પામતી સ્ત્રીઓ પાછળનું સૌથી મોટું કારણ છે. નેશ
ગર્ભાશયના મુખનું કેન્સર એ ભારતમાં કેન્સરને કારણે મૃત્યુ પામતી સ્ત્રીઓ પાછળનું સૌથી મોટું કારણ છે. નેશનલ કેન્સર રજિસ્ટ્રી રીપોર્ટ 2023 મુજબ, ફક્ત ગુજરાતમાં જ વર્ષ 2023માં ગર્ભાશયના મુખના કેન્સર સંબંધિત 17,000 કેસ અને 1,800 મૃત્યુ નોંધાયા હતા. સમગ્ર વિશ્વના મેડિકલ પ્રેક્ટિશનરોએ ગર્ભાશયના મુખના કેન્સરના વહેલા નિદાન પર ભાર મૂક્યો છે. જેને લઈને ડીએનએ વેલનેસ ઇન્ડિયા દ્વારા ઝડપથી નિદાન થાય તે હેતુથી એક કીટ બનાવવામાં આવી છે. જેથી કેન્સરના શરૂઆતના તબક્કામાં ડિટેક્ટ કરીને યોગ્ય સારવાર આપી શકાય.
ગર્ભાશયના કેન્સરના કારણો
ગાયનેકોલોજિક ઓન્કોલોજિસ્ટ ડૉ. હિતેન્દ્ર આયરેએ કહ્યું કે, ‘ગર્ભાશયના મુખનું કેન્સર ભારતીય સ્ત્રીઓમાં સૌથી વધુ પ્રવર્તમાન કેન્સરોમાંથી એક છે. તેમ છતાં તે સૌથી વધુ નિવારી શકાય તેવા કેન્સરોમાંથી પણ એક છે. જીવ બચાવવા માટે વહેલું નિદાન સૌથી મહત્ત્વપૂર્ણ છે. ગર્ભાશયના મુખના કેન્સરના જોખમને વધારનારા સર્વસામાન્ય પરિબળોમાં લાંબા સમયથી લાગેલા એચપીવીના ચેપનો સમાવેશ થાય છે, જે ચેપ ખાસ કરીને નબળા રોગપ્રતિકારક તંત્ર, મેદસ્વીતા, ધૂમ્રપાન, ગર્ભનિરોધક દવાઓના ઉપયોગ અને એકથી વધારે બાળકોને જન્મ આપવાને કારણે લાગે છે.
ઝડપી ટેસ્ટ જરૂરી
એલ. પી. સવાણી રોડ પર આવેલા યુનિવર્સલ ટ્રેડ સેન્ટરમાં લેબોરેટરી આવેલી છે. શહેરની મધ્યમાં આવેલી આ લેબોરેટરી અલ્ટ્રા-મોડર્ન ટેકનોલોજીથી સજ્જ છે, જે સર્વિશ્યોર ટેસ્ટ હાથ ધરવા માટે ખૂબ જ પાત્ર સ્ટાફના સભ્યો ધરાવે છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટ બાદ દક્ષિણ ગુજરાતના પ્રદેશના દર્દીઓની જરૂરિયાત પૂરી કરવા માટે સુરત પર પસંદગી ઉતારવામાં આવી છે. આ લેબોરેટરી પ્રતિ દિન 200 ટેસ્ટ હાથ ધરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે, જે તેને મહિનામાં 5,000 ટેસ્ટ કરવા માટે સક્ષમ બનાવે છે તેમ જણાવવામાં આવ્યું છે.








