Ahmedabad news: બેદરકાર અધિકારી સામે હાઈકોર્ટની લાલ આંખ, ફટકાર્યો મસમોટો દંડ
બેદરકાર અધિકારીઓ સામે વધુ વખત હાઇકોર્ટ સખત નારાજ થઈ છે. નિયત સમયમાં યોગ્ય સોગંદનામું ન દાખલ ક

બેદરકાર અધિકારીઓ સામે વધુ વખત હાઇકોર્ટ સખત નારાજ થઈ છે. નિયત સમયમાં યોગ્ય સોગંદનામું ન દાખલ કરવા બદલ કોર્ટે અધિકારીને 25 હજારનો દંડ ફટકાર્યો છે. દર બીજી મેટરમાં અધિકારી આ પ્રકારે બેદરકારી દાખવતા હોવાનો પણ હાઇકોર્ટે જણાવ્યું છે.
અંગત રીતે દંડ ભરવા કરી ટકોર
રાજ્યની સર્વોચ્ચ અદાલત ગુજરાત હાઈકોર્ટે બેદરકાર અધિકારીઓ સામે વધુ એક વખત સખત નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે જ બેદરકારીપૂર્વક અને નિયત સમયમાં યોગ્ય સોગંદનામું ન દાખલ કરવા બદલ પંચાયત વિભાગના અધિકારીને 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ સાથે હાઈકોર્ટે સરકારી તિજોરીમાંથી નહીં પરંતુ અંગત રીતે દંડ ભરવા ટકોર કરી છે. ગુજરાત હાઈકોર્ટે અધિકારીઓની બેદરકારીના કારણે રાજ્ય સરકારનું નામ ખરાબ થઈ રહ્યું હોવાનુ પણ કહ્યુ છે.




