Ahmedabad news: આંગણવાડી કર્મીઓની તરફેણમાં હાઈકોર્ટનો ચુકાદો, સરકારને ઊંચું વેતન આપવા કર્યો આદેશ
Ahmedabad news: ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્કર્સ અને હેલ્થ વર્કર્

Ahmedabad news: ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્કર્સ અને હેલ્થ વર્કર્સના વેતન અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.આ ચુકાદાથી લાંબા સમયથી કાનૂની લડત લડી રહેલા આંગણવાડી કર્મચારીઓને મોટી રાહત મળશે. હાઈકોર્ટે સરકારને આંગણવાડી વર્કર્સને 24,800 રૂપિયા અને આંગણવાડી હેલ્થ વર્કર્સને 20,300 રૂપિયા વેતન ચૂકવવાનો આદેશ આપ્યો છે.
આંગણવાડી વર્કર્સને 24,800 વેતન ચૂકવવાનો હુકમ
હાઈકોર્ટે રાજ્ય સરકારને આ ચૂકવણી તાત્કાલિક અસરથી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. 1 એપ્રિલ 2025 થી શરૂ થતા નાણાકીય વર્ષથી એરિયર્સ સાથે ચૂકવણી કરવા હુકમ કર્યો છે.હાઈકોર્ટે સરકારને 6 મહિનાની અંદર આ નિર્ણયનો અમલ કરવા અને ચૂકવણી શરૂ કરવા માટે પણ હુકમ કર્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આ ચૂકવણી રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી અથવા રાજ્ય સરકાર એકલા હાથે પણ કરી શકે છે.
છ મહિનામાં સરકારે ચૂકવણી કરવા આદેશ
આંગણવાડી વર્કર્સ અને હેલ્થ વર્કર્સ છેલ્લા ઘણા સમયથી પોતાના વેતનમાં વધારો કરવા માટે આંદોલન કરી રહ્યા હતા. તેઓની માંગણી હતી કે તેમને સરકારી કર્મચારીઓ જેવો દરજ્જો આપીને યોગ્ય વેતન ચૂકવવામાં આવે. આ ચુકાદોથી હજારો આંગણવાડી કર્મચારીઓના જીવનધોરણમાં સુધારો આવશે.






