મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદના ઈતિહાસમાં કોઈ વકીલને જન્મટીપની સજા, યુવકની હત્યામાં પાંચને આપ્યો હતો સાથ

વર્ષ 2016માં અમદાવાદના શાહપુરમાં ખૂની ખેલ ખેલાયો હતો. શાહપુરના નાગોરીવાડ ટેકરા પર હમજાવાડના નાકા પર તારીખ 2

અમદાવાદના ઈતિહાસમાં કોઈ વકીલને જન્મટીપની સજા, યુવકની હત્યામાં પાંચને આપ્યો હતો સાથ

વર્ષ 2016માં અમદાવાદના શાહપુરમાં ખૂની ખેલ ખેલાયો હતો. શાહપુરના નાગોરીવાડ ટેકરા પર હમજાવાડના નાકા પર તારીખ  25-9-2016ના રોજ જાકીર મહંમદ નાગોરી, અવેશ જાકીર નાગોરી, જુનેદ અનવર નાગોરી, ઈમરાન વકીલ, ઈકરામ અલ્લારખા નાગોરી અને ઈલ્યાસ જાકીર નામના શખ્સોએ એક 20 વર્ષના યુવાનની હત્યા કરી હતી. અગાઉના ઝઘડાની અદાવત રાખી 20 વર્ષના યુવાન સાહિલ ઉર્ફે શાનુ સરફરાઝ નાગોરી પર જાહેરમાં તલવાર અને લોખંડની પાઈપો વડે હુમલો કરી લોહીલુહાણ હાલતમાં છોડીને ફરાર થયા હતા.

ઈતિહાસમાં સૌપ્રથમ વખત કોઈ વકીલને મર્ડર કેસમાં જન્મટીપની સજા

રસ્તા પર કણસતો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં યુવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન આ યુવાનું મોત નીપજ્યું હતું, આ કેસમાં ભદ્ર સેશન્સ કોર્ટે મહત્ત્વના ચુકાદા મારફતે તમામ આરોપીઓને જન્મટીપની સજા ફટકારી છે. અમદાવાદના ઈતિહાસમાં સૌપ્રથમ વખત કોઈ વકીલને મર્ડર કેસમાં જન્મટીપની સજા કોર્ટે સંભળાવી છે.

તલવાર, લોખંડની પાઈપો, દંડા વડે યુવાનને ઉતાર્યો મોતને ઘાટ

આ કેસના ટ્રાયલ દરમ્યાન સરકારપક્ષે 31 સાક્ષીઓ અને 37 દસ્તાવેજી પુરાવા રજૂ કરીને આરોપીઓને મહત્તમ સજા ફટકારવાની દલીલો કરતાં જણાવ્યું હતું કે, આરોપીઓએ માત્ર અંગત  અદાવતમાં 20 વર્ષના નિર્દોષ યુવાનની હત્યા કરી છે. આરોપીઓએ પ્લાનિંગ કરીને તલવાર, લોખંડની પાઈપો, દંડા વડે તેના પર હુમલો કરીને જાહેરમાં મોતને ધાટ ઉતાર્યો છે.  કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં ગણવાનો ઈન્કાર કર્યો હતો, પરંતુ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તમામ છ આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો