ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં ટુ વ્હીલર ચાલક તેમજ પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત
ગુજરાત હાઇકોર્ટે હેલ્મેટના નિયમોને લઇને આકરૂ વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટ પરિસરમાં પ્રવેશતા ટુ વ્હીલર વાહન ચાલ

ગુજરાત હાઇકોર્ટે હેલ્મેટના નિયમોને લઇને આકરૂ વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટ પરિસરમાં પ્રવેશતા ટુ વ્હીલર વાહન ચાલક તેમજ પાછળ બેસનારા વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત કર્યું છે. હાઇકોર્ટના કર્મચારીઓ અને અધિકારીઓ માટે રજીસ્ટ્રાર જનરલે નોટીફિકેશન જાહેર કર્યું છે.
ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં હવે હેલ્મેટ ફરજિયાત
ગુજરાત હાઇકોર્ટ છેલ્લા કેટલાક સમયથી હેલ્મેટ ફરિજયાત કરવાનું આહવાન કરતું રહ્યું છે. સુઓમોટો અરજી પર સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે ઓબ્ઝર્વેશનને આધાર બનાવી નોટીફિકેશન જાહેર કર્યું છે. હેલ્મેટ સંબંધિત નિયમો અને તેના અમલીકરણ અંગે હાઇકોર્ટે આકરૂ વલણ અપનાવ્યું છે.
હાઇકોર્ટ પરિસરમાં પ્રવેશતા ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસનારા લોકો માટે હેલ્મેટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. હેલ્મેટ વિનાના વાહનોને પરિસર બહાર જ અટકાવવામાં આવશે. સૂચનાને ધ્યાને નહીં લેનાર સામે ગંભીરતા દાખવીને ખાતાકીય પગલાં લેવામાં આવશે. આજથી જ નોટિફિકેશનની કડક અમલવારી સંબંધિત કાર્યોની શરૂઆત કરવામાં આવશે.રાજ્યના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે નિયમોની કડક અમલવારી અંગે નિર્દેશ આપ્યા છે.






