કપરાડામાં ભારે વરસાદ, ઘોંટવા નદીના પાણી કોઝ વે પર ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો
વલસાડના ચેરાપુંજી સમાન કપરાડામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે નદી ન

વલસાડના ચેરાપુંજી સમાન કપરાડામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે નદી નાળાઓ પાણીથી ભરપૂર હોય તેમ તોફાની સ્વરૂપે દેખાઈ રહ્યા છે. કેતકી ગામ નજીક ઘોંટવા નદીના પાણી કોઝ વે પર ફરી વળ્યા છે. જેના કારણે બંને તરફના વાહન વ્યવહારને અસર થઇ છે. વાહનો આવન જાવન ન કરી શકવાના કારણે નોકરી ધંધે જતા લોકો બંને કાંઠે અટવાયા છે.
વરસાદી માહોલ
રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તેમજ વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી જારી હતી. જેને લઈને રવિવારે સવારેથી વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો.
કપરાડા તાલુકાના રસ્તા પાણીમા
છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ વિરામ લેતા જિલ્લાના ઓવર ટોપિંગને લઈને બંધ થયેલા 44 મુખ્ય રસ્તાઓ પૈકી 42 રસ્તાઓ ઉપરથી નદીના પાણીઓ ઉતરી જતા રસ્તાઓ વાહન વ્યવહાર માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. સોમવારે સવારે ઓવર ટોપિંગને લઈને બંધ રહેલા વલસાડ તાલુકાના સારંગપુરનો એપ્રોચ રોડ અને કપરાડા તાલુકાના કુંતા અને ધામણી ગામને જોડતો મુખ્ય માર્ગ ઉપર હજુ નદીના પાણીની વહેવા લાગતા તે માર્ગોને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. મેઘરાજાએ વિરામ લેતા લોકોએ હાશકારો લઈ લોકો પોતાના કામોમાં જોતરાયા છે.








