મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ, 21000 ક્યૂસેક પાણીની આવક સાથે સપાટી 312.15 ફૂટ થઇ

દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેથી ઉકાઈ ડેમમાં ગત એકાદ સપ્તાહ

ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ, 21000 ક્યૂસેક પાણીની આવક સાથે સપાટી 312.15 ફૂટ થઇ

દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેથી ઉકાઈ ડેમમાં ગત એકાદ સપ્તાહથી ધીમી ધારે પાણીની આવક નોંધાઇ રહી છે. શુક્રવારે દિવસ દરમિયાન સવારથી સાંજ સુધી એક ધારું 21,000 ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાં ઠલવાયું હતું. જ્યારે માત્ર 600 ક્યુસેક પાણી કેનાલ વાટે છોડવામાં આવતું હતું.

પાણીની આવકમાં વધારો

શુક્રવારે સાંજે 7 વાગ્યે ડેમની સપાટી 312.15 હતી. સાંજે 7 કલાકે ડેમમાં 21004 ક્યુસેક પાણીની આવક હતી. જ્યારે જાવક 600 ક્યુસેક અને ડેમમાં કુલ 2804 એમસીએમ પાણી એટલે કે 37.03 % પાણી નો સંગ્રહ થયો છે.ઉકાઈ ડેમની પૂર્ણ સપાટી 345 ફૂટ ગણવામાં આવે છે. જ્યારે કુલ 7414 એમસીએમ પાણીનો સંગ્રહ કરી શકાય છે.

આ સમાચાર શેર કરો