દક્ષિણ ગુજરાત સહિત આ વિસ્તારમાં પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ

રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ,પંચમહાલ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, અરવલ્લી, પાટણ, મહેસાણા, સુરત, તાપી, ડાંગ અને ભરૂચમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ,પોરબંદર અમરેલી, ભાવનગર,ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના 159 તાલુકામાં પડ્યો વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. નવસારી અને સુરતના પલસાણામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ પડ્યો હતો.








