મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાહનચાલકો અટવાયા

રાજ્યમાં ભાદરવામાં પણ ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં સાંજે એકાએક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પરિણામે વેપાર-ધંધે

અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાહનચાલકો અટવાયા

રાજ્યમાં ભાદરવામાં પણ ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં સાંજે એકાએક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પરિણામે વેપાર-ધંધે અને ઓફિસથી ઘરે જતા લોકો વરસાદમાં અટવાઈ ગયા છે. 

અમદાવાદના એસ.જી હાઈવે, શીવરંજની, બોપલ, નહેરૂનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે કેટલીક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા છે. 

આજે સવારે પણ શહેરના પૂર્વ વિસ્તાર, પશ્ચિમ વિસ્તાર અને ગ્રામ્યમાં પણ સવારથી વરસાદ વરસ્યો હતો. સરખેજ, વેજલપુર, મકરબા, વટવા, નારોલ, મણિનગર, પાલડી, નારાણપુરા, શાસ્ત્રીનગર, ઈન્કમટેક્ષ વિસ્તાર, પાંજરાપોળ, નવરંગપુરા  સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી હતી. 

જૂનાગઢમાં ચારેકોર પાણી પાણી

જૂનાગઢ શહેરમાં આજે બપોરના 4 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી પાણી જોવા મળ્યું હતું. ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસતા ભવનાથ અને દામોદરકુંડમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો.

ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ

હવામાન વિભાગ પ્રમાણે આજે 27 સપ્ટેમ્બર 2024, શુક્રવારે રાજ્યના ચાર જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ છે. આ જિલ્લાઓ જેવા કે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો