મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યારે પડશે વરસાદ

રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને વરસાદે ઘમરોળ્યા બાદ આગામી 7 દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ભરૂચ, સુ

ગુજરાતમાં 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યારે પડશે વરસાદ

રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને વરસાદે ઘમરોળ્યા બાદ આગામી 7 દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તેમજ રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની 7 દિવસ ભારે વરસાદની આગાહી

23 જુલાઇ: નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા, ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને દીવમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ,પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, બોટાદ અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ના ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે. રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય હોવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

અત્યાર સુધી ગુજરાતમાં પાંચ ટકા વધુ વરસાદ

અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં સિઝનનો 40% વરસાદ વરસી ચુક્યો છે.ઉત્તર મધ્ય ગુજરાતમાં 20% વરસાદની ઘટ છે. 

23 જુલાઈના દિવસની આગાહી

આ દિવસે રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને સૌરાષ્ટ્રના ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, જામનગર જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 

આ સિવાયના રાજ્યના 19 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, બોટાદ, રાજકોટ, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ગાંધીનગર સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે દ્વારા કરવામાં આવી છે. 

24-25 જુલાઈના દિવસની આગાહી

રાજ્યમાં અતિભારે આગાહી કરતાં હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત,  તાપી, વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ઉત્તર ગુજરાત અને સૌષ્ટ્રાના 16થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, અરવલ્લી સહિતના જિલ્લામાં ધીમીધારે વરસાદી માહોલ છવાયેલો રહેશે.

આ સમાચાર શેર કરો