મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભારે વરસાદથી ટ્રેન વ્યવહાર ખોરવાયો, 56 જેટલી ટ્રેન રદ્દ થતાં સુરત રેલવે સ્ટેશને મુસાફરો અટવાયા

ભારે વરસાદ સર્વત્ર પડી રહ્યો છે. વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. જેની અસર પબ્લિક

ભારે વરસાદથી ટ્રેન વ્યવહાર ખોરવાયો, 56 જેટલી ટ્રેન રદ્દ થતાં સુરત રેલવે સ્ટેશને મુસાફરો અટવાયા

ભારે વરસાદ સર્વત્ર પડી રહ્યો છે. વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. જેની અસર પબ્લિક ટ્રાન્સપોર્ટને ગંભીર રીતે પહોંચી છે. સુરતથી પસાર થતી અને ઉપડતી 56 ટ્રેનોને અસર પહોંચી છે તો રદ કરવામાં આવી છે. મુંબઈ તરફ જતી તેજસ એક્સપ્રેસ, કર્ણાવતી સહિતની ટ્રેનો રદ કરાઈ છે. જેના પગલે સુરત રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાયા હતા.

અમદાવાદ-મુંબઈ રેલ વ્યવહારને અસર

ભારે વરસાદથી અમદાવાદ-મુંબઈ વચ્ચે રેલવે વ્યવહારને મોટી અસર થઈ છે. બીજી તરફ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ભારે વરસાદના રેડ એલર્ટના પગલે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી શકે છે.મધ્ય ગુજરાતમાં 10 વર્ષ પછી વડોદરા શહેરના 80 ટકા વિસ્તારમાં જળબંબાકાર છવાયો હતો. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

લોકોને હાલાકી

ટ્રેન વ્યવહાર ખોરંભે ચડી ગયો છે. જેથી અપડાઉન કરનારા લોકોને મુશ્કેલી પડી રહી છે. તો ઘણા મુસાફરો બસનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. જો કે, ટ્રેન વ્યવહાર પૂર્વવત થવાની આશા પણ ઘણા મુસાફરો રેલવે સ્ટેશને જ ધામા નાખીને બેઠા હોવાનું સામે આવ્યું છે. જો કે આજે વરસાદે વિરામ લે તો ઝડપથી સ્થિતિ પૂર્વવત થાય તેવી આશા સેવવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો