મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નદીમાં સંખ્યાબંધ ભેંસો પાણીના પ્રવાહમાં તણાઇ, જામનગરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા

રાજ્યમાં ચોમાસાની વહેલી અને ધીમી શરૂઆત બાદ હવે મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર

VIDEO: નદીમાં સંખ્યાબંધ ભેંસો પાણીના પ્રવાહમાં તણાઇ, જામનગરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા

રાજ્યમાં ચોમાસાની વહેલી અને ધીમી શરૂઆત બાદ હવે મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે ઠેરઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. એટલું જ નહીં જામનગરમાં ગુંદાસરી,બરડીયામાં સાંબેલાધાર વરસાદ વરસતા ગામમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સ્થાનિક નદીમાં  ભેંસોનું ધણ તણાતું જોવા મળ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના  ગુંદાસરી, બરડીયામાં મેઘરાજાએ બઘડાટી બોલાવી દીધી હતી. પરિણામે ઠેરઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં બરડીયા ગામે નદીમાં સંખ્યાબંધ ભેંસો તણાતી જોવા મળી હતી. 

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થતા આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. જેમાં સાબરકાંઠા, છોટા ઉદેપુર, ભરૂચ, વડોદરા, બનાસકાંઠા, સુરત, ડાંગ સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, જામનગર, પોરબંદરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન સાથે વરસાદનાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. આ ઉપરાંત દરિયાકાંઠા વિસ્તારમાં 40 કિમી પ્રતિકલાક કરતા વધારે ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.   

આ સમાચાર શેર કરો