મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને હાઇકોર્ટમાં સુનાવણી; કોર્ટ મુજબ શહેરમાં ખૂબ મોટા સુધારની જરૂર

અમદાવાદ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને

અમદાવાદ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને હાઇકોર્ટમાં સુનાવણી; કોર્ટ મુજબ શહેરમાં ખૂબ મોટા સુધારની જરૂર

અમદાવાદ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને ગુજરાત હાઇકોર્ટમાં મહત્વની સુનાવણી થઈ હતી. જેમાં કોર્ટે એક મોટી ટીપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતુ કે, કોમનવેલ્થગેમ્સ અને ઓલિમ્પિકના આયોજનના સ્વપ્ન વચ્ચે શહેરમાં ખૂબ મોટા સુધારની જરૂર છે.

ગુજરાત હાઇકોર્ટની ટિપ્પણી

ગુજરાત હાઇકોર્ટ આ મામલાની સુનાવણી દરમિયાન જણાવ્યું કે, 'અમદાવાદ શહેરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાદ ટ્રાફિકની ખૂબ જ ગંભીર સમસ્યા છે, જે મામલે મેન પાવરની અત્યંત અછત નરી આંખે દેખાઈ આવે છે. ટ્રાફિકની સમસ્યા એટલી છે કે ખાનગી લોકો અને સામાન્ય નાગરિકોએ ટ્રાફિકનું સંચાલન કરવાની ફરજ પડે છે.'

સરકાર તરફથી હાઇકોર્ટમાં અપાઈ ખાતરી

જો કે, ગુજરાત સરકાર તરફથી આ મુદ્દે કોર્ટમાં ખાતરી આપવામાં આવી હતી. સરકારે કહ્યું કે, ટ્રાફિક સહિતના પ્રશ્નો મામલે ગૃહ વિભાગ દ્વારા 4 સભ્યોની વિશેષ કમિટી બનાવવામાં આવી છે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના IGP, અમદાવાદ ટ્રાફિક DCPની દેખરેખ હેઠળ કમિટી કામગીરી કરશે. આવનાર 15 વર્ષના શહેરી બાંધકામ અને ટ્રાફિકના સુચારૂ વ્યવસ્થાપન માટે એજન્સીને કામગીરી સોંપવાની તૈયારી છે.

રાજ્ય સરકારે જણાવ્યું કે, ક્યાં કેવા પ્રકારનું આયોજન થઈ શકે છે, અને કયા ટેક્નોલોજીના માધ્યમથી સુધાર લાવી શકાય તે તમામ કામગીરી એજન્સી મારફતે કરવામાં આવશે. નોંધનીય છે કે, હાઈકોર્ટમાં ટ્રાફિકની જરૂરિયાતો પૂર્ણ કરવા મહત્તમ કામગીરી કરવા રાજ્ય સરકારે ખાતરી આપી હતી.

જો કે, અમદાવાદ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને ગુજરાત હાઇકોર્ટમાં 12 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ સમાચાર શેર કરો