મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સમાજની રૂઢિચુસ્તતા અને પછાત વિચારધારાનો સામનો કરી દેશસેવા માટે કર્યું હતું જીવન સમર્પિત

રૂઢિચુસ્ત વિચારધારા ધરાવતા સમાજના લોકોની સામે પોતાના સપનાને પૂર્ણ કરવા પડકારોનો સામનો કરી આવનારી પેઢી માટે તકો ઊ

સમાજની રૂઢિચુસ્તતા અને પછાત વિચારધારાનો સામનો કરી દેશસેવા માટે કર્યું હતું જીવન સમર્પિત

રૂઢિચુસ્ત વિચારધારા ધરાવતા સમાજના લોકોની સામે પોતાના સપનાને પૂર્ણ કરવા પડકારોનો સામનો કરી આવનારી પેઢી માટે તકો ઊભી કરનાર કથક નૃત્યકાર મેકઅપ આર્ટિસ્ટ અને નાટ્ય કલાકાર એવા સ્વ ત્રિકમભાઈ તપોધનની આજે 100મી જ્યંતી છે.  આ વિશે તેમની દોહિત્રી ક્રિષ્ણાબહેન પંચાલે કહ્યું મારા નાનાજીનો જન્મ વર્ષ 1923માં થયો હતો. તેમણે 12 વર્ષની વયથી સમાજ સેવા માટે કાર્ય કરવાનું શરૂ કરી દીધું હતું. તેમણે સાંસ્કૃતિક પ્રવૃતિઓ કરવી ગમતી. તેથી તેમણે સંગીત નાટ્ય,નૃત્ય, રાસ, ગરબા શીખવાનું શરૂ કર્યું. તેમણે વેશભૂષા, રંગભૂષા, સન્નીવેશ ચિત્રકળાના નિષ્ણાંત રહી ચૂક્યા છે.

સાંસ્કૃતિક નૃત્યમાં પુરુષનો પહેરવેશ સમાજના લોકો અવગણતા

સાંસ્કૃતિક નૃત્યમાં પુરુષનો પહેરવેશ સમાજના લોકો અવગણતા હતા. તેમને સમાજની રૂઢિચુસ્તતા અને પછાત વિચારધારાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેમના જીવનમાં કલાનું સ્થાન સર્વોચ્ચ હતું, જે કારણે તેમણે જાવબ આપો, પૃથ્વીરાજ ચૌહાણ, લગ્નની બેડી, સંગઠન, ચંદ્રભાગા જેવા નાટકોમાં સ્ત્રીપાત્રની પ્રસ્તુતિ આપી. ચીન-પાકિસ્તાનના યુદ્ધ સમયે લોકોનો જુસ્સો વધારવા માટે તેમજ એકતા પ્રસ્થાપિત કરવા શોર્યગીતો અને નાટકો ગુજરાતના દરેક ગામમાં રડૂ કર્યા હતા.

મેકઅપમાં પણ વિવિધ પ્રકારના પ્રયોગો કરતા 

વર્ષ 1942માં અંગ્રેજો ભારત છોડો, કરેંગે યા મરેંગેમની આઝાજીની લડતમાં પોતાનો અભ્યાસ છોડીને સાંસ્કૃતિક પ્રવૃતિ સાથે સેવાદળમાં જોડાઈ દેશસેવાના કાર્યો કરવા લાગ્યા હતા. તેઓ ગુજરાતના પ્રથમ ણેવાં વ્યક્તિ હતાં કે જેમણે 450 સળગતા ઘીના દીવઓ સાથે દીપનૃત્ય કર્યું હતું. તેઓ મેકઅપમાં પણ વિવિધ પ્રકારના પ્રયોગો કરતા જેનો વારસો તેમના દીકરા અશ્વિનભાઈ તપોધન અને ગૌતમ તપોધન સંભાયવી રહ્યા છે. તેમણે કલાને સર્વોચ્ચ સ્થાન આપી ભવિષ્યમાં આવનારી પેઢી માટે આજે કોઈ રૂકાવટ ઉભી ન થાય તેવા પરિશ્રનો કર્યા છે.

આ સમાચાર શેર કરો