મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VADODRA: દારૂડિયા સુધરી ગયાં કે પોલીસની ઢીલી કામગીરીનું પરિણામ? 31stએ 115 પીધેલા મળતા ચર્ચા ઉઠી

VADODRA NEWS: 31stની રાત્રે સમગ્ર રાજ્યમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પીધેલાઓન

VADODRA: દારૂડિયા સુધરી ગયાં કે પોલીસની ઢીલી કામગીરીનું પરિણામ? 31stએ 115 પીધેલા મળતા ચર્ચા ઉઠી

VADODRA NEWS: 31stની રાત્રે સમગ્ર રાજ્યમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પીધેલાઓને તથા નશાખોરોને પકડીને પાઠ ભણાવવા માટે પોલીસ સજ્જ હતી. ઘણી જગ્યાએથી દારૂડીયાઓને પકડ્યા હોવાનું પણ જાણવા મળ્યું. ત્યારે વડોદરામાં થર્ટી ફર્સ્ટે પોલીસે કરેલી કામગીરી સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. વડોદરા જેવા મોટા શહેરમાંથી પોલીસને ફક્ત 115 જ પીધેલા મળતા લોકમુખે ચર્ચા ઉઠી રહી છે કે, શહેરમાં દારૂડિયા સુધરી ગયાં કે પછી આ પોલીસની ઢીલી કામગીરીનું પરિણામ છે? 

એવી પણ ચર્ચા છે કે, 25 પોલીસ સ્ટેશન તથા 5 બ્રાન્ચને 115 પીધેલા મળ્યા છે. એનું કારણ પોલીસની કડક કાર્યવાહિ હોઈ શકે છે, જેના કારણે દારૂડિયાઓમાં ફફડાટ વ્યાપી જતા કોઈ બહાર નિકળ્યું જ નથી? પોલીસની કડક કાર્યવાહીને કારણે જ 31stની રાત્રે નશાખોરોએ બહાર નીકળવાનું ટાળ્યું!

વિગતવાર જોઈએ તો, 30માંથી 14 પોલીસ સ્ટેશનમાં પીધેલાઓના ઝીરો કેસ છે. 5 બ્રાન્ચમાં થર્ટી ફર્સ્ટે એકપણ પીધેલો નથી મળ્યો. થર્ટી ફર્સ્ટની રાત્રે પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઇવનાં 68 કેસ પકડ્યાં હતા. વડોદરા પોલીસે 31st દરમીયાન 10,184 જેટલા વાહનોમાં ચેકિં કર્યું હતું. જેમાંથી મોટર વ્હિકલ એક્ટનાં ભંગ બદલ 788 વાહનો ડિટેઇન કરાયા હતા.

તમને જણાવી દઈએ કે, ખુદ પોલીસ કમિશનર તેમજ તમામ ઉચ્ચ અધિકારીઓ પણ શહેરમાં જુદા-જુદા સ્થળોએ પેટ્રોલિંગમાં રહ્યા હતા. ફતેગંજ વિસ્તારમાં મુખ્ય ઉજવણી થતી હોવાથી પોલીસે વાહન વ્યવહાર બંધ કરાવી દીધો હતો. 

આ પણ વાંચોઃ VIDEO: વડોદરા પોલીસનો નવતર પ્રયોગ,રોડ પર દોરેલી સફેદ લાઈન પર લોકોને ચલાવી દારૂના નશાનો કર્યો ટેસ્ટ

પોલીસ દ્વારા બ્રેથએનેલાઇઝર તેમજ નશા માટે સ્પેશિયલ કીટ દ્વારા વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તો કેટલાક સ્થળોએ સફેદ પટ્ટા દોરીને શંકાસ્પદોને ચલાવવામાં આવ્યા હતા. જે યુવક સીધો પટ્ટા પર ચાલે તેને ઘેર જવા દેતા હતા અને જે લથડી જાય એને પોલીસ સ્ટેશન મોકલવામાં આવતા હતા. 

આ સમાચાર શેર કરો