મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VADODARA : વિનોદ રાવનો વિરોધ, હરણી બોટકાંડમાં મૃતક બાળકોના પરિવારજનોએ આપી આપઘાતની ચીમકી

Vadodara News : વડોદરા હરણી તળાવમાં 12 બાળકો અને 2 શિક્ષકો ડૂબી જવાની

VADODARA : વિનોદ રાવનો વિરોધ, હરણી બોટકાંડમાં મૃતક બાળકોના પરિવારજનોએ આપી આપઘાતની ચીમકી

Vadodara News :  વડોદરા હરણી તળાવમાં 12 બાળકો અને 2 શિક્ષકો ડૂબી જવાની ઘટનામાં મૃતકોના પરિવારો ન્યાય માટે રઝળી રહ્યાં છે. હવે મળતા સમાચાર મુજબ હરણી બોટકાંડમાં મૃતક બાળકોના પરિવારજનોએ વિશ્વામિત્રી નદીમાં કુદી આપઘાતની ચીમકી આપી છે. 

હરણી બોટકાંડમાં મૃતક બાળકોના પરિવારજનો વડોદરા મહાનગરપાલિકાની કચેરીએ ભેગા થયા હતા અને પૂર્વ મ્યુનિસપિલ કમિશનર વિનોદ રાવનો વિરોધ કર્યો હતો. બોટકાંડમાં મૃતક બાળકોના વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે કે વિનોદ રાવ વડોદરામાંથી નહીં જાય તો તે લોકો વિશ્વામિત્રી નદીમાં કુદી આપઘાત કરી લેશે. વિનોદ રાવ હાલ વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારોની સહાય અને દેખરેખ માટે ખાસ ફરજ પરના અધિકારી તરીકે વડોદરામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે  હરણી બોટકાંડ સમયે વિનોદ રાવ ગુજરાત સરકારના વડોદરાના પ્રભારી સચિવ હતા, એ પહેલા જયારે હરણી તળાવમાં કંપનીને પ્રોજેક્ટ ફાળવવામાં આવ્યો ત્યારે તેઓ વડોદરા શહેર મ્યુનિસપિલ કમિશ્નર હતા. 

હરણી બોટકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે  વડોદરાના બે પૂર્વ મ્યુનિસપિલ કમિશ્નર વિનોદ રાવ અને  એચએસ પટેલ સામે પગલાં લેવા તાકીદ કરી હતી. હરણીકાંડની કંપનીને પ્રોજેક્ટની ખોટી રીતે મંજૂરી અપાઈ હોવાનું હાઇકોર્ટે તારણ કાઢ્યું હતું. બંને અધિકારી સામે પગલાં લેવા હાઇકોર્ટે  સૂચના આપી હતી. 

આ સમાચાર શેર કરો