સુરતમાં નકલી પોલીસની પજવણી યથાવત, સિવિલના નિવૃત તબીબ પાસેથી આ રીતે પડાવ્યા 4.25 લાખ
સુરતમાં નકલી પોલીસની સામાન્ય લોકો સાથે પજવણી યથાવત જોવા મળી ર

સુરતમાં નકલી પોલીસની સામાન્ય લોકો સાથે પજવણી યથાવત જોવા મળી રહી છે. પાંડેસરામાં નકલી પોલીસના નામે ત્રણ ભેજબાજોનું કારસ્તાન સામે આવ્યું છે. તમે ડિગ્રી વગર ઇલીગલ પ્રેક્ટિસ કરો છો. એવું કહી ડોક્ટર પાસેથી રૂપિયા 4,25,000 પડાવી લેવામાં આવ્યા હતાં.
ક્લિનિક ભાડે આપવાના હતા
સિવિલ હોસ્પિટલના પૂર્વ ડોક્ટર જીતેન્દ્ર પટેલ સાથે છેતરપિંડી થઈ હતી. ત્રણેય ગઠિયાઓએ ડોક્ટરને બે તમાચા મારી મોબાઈલમાંથી બેંક બેલેન્સ ચેક કર્યું હતું. બે બેંકના સેલ્ફના ચેક લખાવી લઈ પૈસા ઉપાડી લીધા હતા. જોકે સમગ્ર ઘટનામાં ડોક્ટર જેમને ક્લિનિક ભાડે આપવાના હતા તેની સંડોવણી બહાર આવી હતી. સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હાલ હર્ષિત દિહોરા હિતેશ પટેલ અને ધ્રુવાંગ સવનુંર અટકાયત કરી હતી.
મુદ્દામાલ કબ્જે કરાયો
ડો. જીતેન્દ્ર પટેલની ફરિયાદના આધારે પાંડેસરા પીઆઇ એચ.એમ. ગઢવી અને ટીમે 37 વર્ષી હિતેશ પ્રવીણ પટેલ (હજીરા), 24 વર્ષીય હર્ષિત અતુલ દિહોરા (અડાજણ), 34 વર્ષીય રાજેન્દ્ર વાજા (અડાજણ) અને 27 વર્ષીય ધૃવાંગ સવનૂર (ઓલપાડ)ની ધરપકડ કરી મુદ્દામાલ કબજે લીધો છે.અલથાણ રહેતા વૃદ્ધ તબીબ ડો. જીતેન્દ્ર પટેલને ત્યાં ડીસીબીના નામે તોડ કરવાની યોજના અન્ય તબીબને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા રાજેન્દ્ર વાજાએ બનાવી હતી. અન્ય આરોપી હર્ષિત દિહોરા એમઆર તરીકે એક દવાની કંપનીમાં નોકરી કરે છે.








