વડોદરા: 12 વર્ષની તરુણી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર હવસખોરને કોર્ટે ફટકારી આકરી સજા
વડોદરાના હરણી વિસ્તારમાં છ મહિના પહેલાં હવસખોરનો ભ

વડોદરાના હરણી વિસ્તારમાં છ મહિના પહેલાં હવસખોરનો ભોગ બનેલી તરૃણી પ્રેગનન્ટ બની હતી. પોલીસે આ મામલે તરુણી સાથે દુષ્કર્મ આચરનારા નરાધમને ઝડપી પાડયો છે. હરણી વિસ્તારમાં ગઇ તા.6-12-2020ના રોજ બનેલા બનાવ અંગે પીડિતાની શ્રમજીવી માતાએ પોલીસને કહ્યું હતું કે,મારી પુત્રી કામ અર્થે બહાર જઇ રહી હતી ત્યારે તેનો આ નરાધમે પીછો કર્યો હતો.
યુવકે વાતોમાં ફોસલાવીને આચર્યું દુષ્કર્મ
કરણ નામના યુવકે વાતોમાં ફોસલાવી હતી અને મેદાનમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. હવસખોરે આ બનાવ બાદ પીડિતાને આ વાતની કોઇને જાણ કરીશ કે પોલીસ ફરિયાદ કરીશ તો તને અને તારા મા-બાપને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.
સાડા બાર વર્ષની કિશોરી ગર્ભવતી બની
ઉપરોક્ત બનાવ બાદ સાડા બાર વર્ષની પુત્રી ગર્ભવતી બની હતી. આ બનાવ અંગે હરણી પોલીસે આરોપી કરણ રણજીતભાઇ પરમાર(પંચાલ ફળિયું,હરણી) ને ઝડપી પાડયો હતો. મેડિકલ ટેસ્ટ દરમિયાન જન્મેલા બાળકનો પિતા કરણ હોવાનું જણાઇ આવ્યું હતું. આ કેસ પોક્સો સ્પેશ્યલ કોર્ટના જજ એમ.ડી.પાંડેય સમક્ષ ચાલી જતા આરોપીને કસુરવાર ઠેરવીને 20 વર્ષની સખત કેદ કરવામાં આવી છે. સરકાર તરફે વકીલ પરેશ પટેલે રજૂઆતો કરી હતી.






