ગુજરાતમાં આ શું થઈ રહ્યું છે? રાજકોટમાં અડધો બળેલો મૃતદેહ, જેતપુરમાં માનવ કંકાલ મળી આવ્યું
રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગઈકાલે એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, તો આજે જેત

રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગઈકાલે એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, તો આજે જેતપુરમાં એક માનવ કંકાલ મળી આવ્યું છે, તો સાથે રાજકોટ શહેરમાંથી એક પુરુષનો અડધો બળેલો મૃતદેહ મળી આવ્યો છે.
રાજકોટમાં અડધો બળેલો મૃતદેહ મળ્યો
રાજકોટ શહેર ગોંડલ રોડ પર એસ ટી વર્કશોપ સામે એક વોકળા નજીક પુરુષનો અજાણ્યો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા માલવીયાનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ મૃતદેહ પંચશીલ સોસાયટી રહેતા શંભુભાઈ મોલીયાનો હોવાનું સામે આવ્યું છે. આ મૃતદેહ નજીકથી એક ડીઝલનું કેન પણ મળી આવ્યું છે. આ વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે. માલવીયાનગર પોલીસે આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.
જેતપુરમાં માનવ કંકાલ મળી આવ્યું
જેતપુરમાં શહેરમાં ગઈકાલે સોમનાથ ગાર્ડન એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, તો આજે સામાકાઠા વિસ્તારમાં હંસરાજનગર વિસ્તારમાં અવાવરૂં પ્લોટમાંથી કંકાલના અવષેશો મળી આવ્યાં છે. સ્થાનિકોએ આ અંગે પોલીસને જાણ કરી છે. કંકાલના અવષેશો કેટલા જુના છે? સ્ત્રીના છે કે પુરુષના એ ફોરેન્સિક પીએમ બાદ બહાર આવશે.






