મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત ગુરુકુળમાં 27 વર્ષથી ચાલતી અંખડ ધૂનની ઉજવણી, મંત્રયાગ- રાસ- રૂપક્ર નૃત્ય-ધૂન મંડપને કરાયો અભિષેક

સુરતના વેડ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ ગુરુકુલમાં સ્વામિનારાયણ મંત્ર ધૂનનો પ્રારંભ આજથી 2

સુરત ગુરુકુળમાં 27 વર્ષથી ચાલતી અંખડ ધૂનની ઉજવણી, મંત્રયાગ- રાસ- રૂપક્ર નૃત્ય-ધૂન મંડપને કરાયો અભિષેક

સુરતના વેડ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ ગુરુકુલમાં સ્વામિનારાયણ મંત્ર ધૂનનો પ્રારંભ આજથી 27 વર્ષ પહેલા થયો હતો. અખંડ ભજનાનંદિ સંત જોગી સ્વામીએ અખંડ ધૂનનો પ્રારંભ કરાવ્યો હતો. સંતો વિદ્યાર્થીઓ તથા મહિલા તેમજ પુરુષ ભક્તો દ્વારા અખંડ ધૂન થઈ રહી છે. 

આ પણ વાંચોઃ સુરતમાં ગળે ન ઉતરે તેવા કારણમાં સામૂહિક હત્યા, સામાજિક વિટંબણાએ હસતાં-રમતાં પરિવારનો માળો વિખેર્યો

ઓનલાઈન ધૂન પણ ચાલી

પ્રભુ સ્વામીએ કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપનાના ૧૯૬ વર્ષ પછી સંપ્રદાયમાં આ અખંડ ધૂન નિર્વિઘ્ન પણે અવિરત ચાલુ રહી છે. ૧૯૯૭માં શરૂ થયેલ પ્રારંભમાં સુરતમાં કોમી તોફાનો વખતે ધૂન ચાલુ રહી હતી. પ્લેગ આવ્યો ત્યારે આખુ સુરત ખાલી થઈ ગયેલું છતાં અખંડ ધૂન ચાલુ રહિ હતી. કોરોના સમયમાં લોકડાઉન વખતે પણ દેશ વિદેશના યુવાનો તેમજ મહિલાઓ ઓનલાઇન ધૂનમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. નજીકમાં રહેતા ભકતો પ્રત્યક્ષપણે ધૂન કરવામાં સફળ રહ્યા હતા. 

ધૂન મંડપને અભિષેક 

સામાન્ય રીતે ભગવાનની મૂર્તિની સ્થાપનાના દિવસે અભિષેક કરાતો હોય છે. કોઈ રાજા મહારાજા કે ધર્મગુરુ ગાદીએ બેસે ત્યારે તેમને અભિષેક કરાતો હોય છે, પરંતુ અહીં વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરતમાં જ્યાં ૨,૩૬,૭૦૦ (બે લાખ છત્રીસ હજાર સાતસો) કલાકથી અખંડધૂન થાય છે તે ધૂન મંડપ પણ એક તીર્થસ્થાન રૂપ બની ગયેલ છે. તે મંડપનો અભિષેક કરવામાં આવ્યો હતો. ધર્મવલ્લભદાસજી સ્વામીએ પ્રારંભમાં વૈદિક મંત્રો સાથે ધૂન મંડપ-મકાનનું અહોભાવથી પૂજન  કર્યું હતું. દૂધ, દહીં, ઘી, મધ, ચંદન, આદિક ઉપચાર દ્રવ્યો બાદ જળથી ધૂન મંડપનો અભિષેક કરેલ. સંતોએ અબીલ ગુલાલ તથા ૨૫૦ કિલો ફૂલપાંખડીઓથી અભિષેક કરાવ્યો હતો. 

આ સમાચાર શેર કરો