GUJCET 2026ની પરીક્ષાના ફોર્મ ભરાવવાના થયા શરુ, આ છે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અને છેલ્લી તારીખ
GUJCET 2026 Exam Form : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા GUJCET 20

GUJCET 2026 Exam Form : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા GUJCET 2026ની પરીક્ષા આગામી 29 માર્ચ, 2026ના રવિવારના રોજ લેવામાં આવશે. તેવામાં શિક્ષણ બોર્ડે GUJCET 2026ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી છે. જેમાં 16 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર, 2025 સુધી પરીક્ષા માટે ફોર્મ ભરી શકાશે.
GUJCET 2026ની પરીક્ષાના ફોર્મ ભરાવવાના શરૂ
ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET-2026)ની પરીક્ષા માટે આજે મંગળવારથી ફોર્મ ભરાવવાના શરૂ થયા છે. જેમાં બોર્ડની સત્તાવાર વેબસાઈટ gujcet.gseb.org પરથી અરજી કરી શકાશે. જેમાં પરીક્ષાની ફી 350 રૂપિયા રહેશે.
જાણો રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા
આ પરીક્ષામાં ઓનલાઈન અરજી કરવા માટે બોર્ડ દ્વારા સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી આપવામાં આવી છે. આ માટે ગુજકેટની વેબસાઈટ gujcet.gseb.org પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા જાણી શકશો.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અનુસાર, 29 માર્ચ, 2026ના રવિવારે સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે GUJCET 2026ની પરીક્ષા યોજાશે. પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિંદી ત્રણ માધ્યમમાં આપી શકાશે.



