મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot/ શિયાળુ વાનગીઓમાં ગુણવત્તાની ચકાસણી, યુનિવર્સિટી રોડ પર આરોગ્ય વિભાગની કાર્યવાહી!

રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના આરોગ્ય વિભાગ દ્વારા શિયાળામાં વપરાતી અને ખાવામાં આવ

Rajkot/ શિયાળુ વાનગીઓમાં ગુણવત્તાની ચકાસણી, યુનિવર્સિટી રોડ પર આરોગ્ય વિભાગની કાર્યવાહી!

રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના આરોગ્ય વિભાગ દ્વારા શિયાળામાં વપરાતી અને ખાવામાં આવતી ખાદ્ય ચીજોની ગુણવત્તા ચકાસવા માટે યુનિવર્સિટી રોડ વિસ્તારમાં સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ચીકીના ઉત્પાદકોને ત્યાંથી નમૂના લેવાયા

શિયાળાની ઋતુમાં ચીકી અને અન્ય ગરમ નાસ્તાનું ચલણ વધી જતું હોય છે, ત્યારે તેની ગુણવત્તા જાળવવી આવશ્યક છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા, તલ, સિંગ અને દાળિયાની ચીકી સહિત અલગ અલગ શિયાળુ વાનગીઓના નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓમાં ઉપયોગમાં લેવાતા ગોળ, ખાંડ અને અન્ય સામગ્રીના પણ નમૂના લેવામાં આવ્યા હતા. યુનિવર્સિટી રોડ પર ચીકી બનાવતા આઠ જેટલા નાના ઉત્પાદકોને ત્યાંથી ખાદ્ય વસ્તુઓના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ નમૂનાઓને વધુ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ ગુણવત્તામાં કોઈ ખામી જણાશે તો સંબંધિત ઉત્પાદકો સામે નિયમોનુસાર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો