મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતી રંગભૂમિના નાટ્યકલાકાર રાજુ બારોટનું 76 વર્ષની વયે નિધન, કલાજગતમાં શોકનો માહોલ

ગુજરાતનાં પ્રખ્યાત નાટ્યકલાકાર રાજૂ બારોટનું 76 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ ઉત્

ગુજરાતી રંગભૂમિના નાટ્યકલાકાર રાજુ બારોટનું 76 વર્ષની વયે નિધન, કલાજગતમાં શોકનો માહોલ

ગુજરાતનાં પ્રખ્યાત નાટ્યકલાકાર રાજૂ બારોટનું 76 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ ઉત્તરાખંડના પ્રવાસે હતા, ત્યારે તેમનું દુ:ખદ અવસાન થતા સમગ્ર કલાજગતમાં શોકનો માહોલ છે. તેઓએ ગુજરાતી રંગભૂમિમાં અનેક નાટકો ભજવ્યા હતા. તેઓ બાળપણથી જ નાટકોમાં અભિનય કરતા હતા. આવતીકાલે સાંજે તેઓના પાર્થિવ દેહને અમદાવાદ લવાય તેવી શક્યતાઓ છે. 

ફિલ્મોની ઓફરો આવી હોવા છતાં નાટકને જ રહ્યા સમર્પિત 

રાજુ બારોટ  નાનપણથી વેશભૂષામાં ભાગ લેતા અને ત્યારથી તેઓએ નક્કી કર્યું હતું કે રંગ કર્મ જ કરવું છે. તેઓને ઘણી ફિલ્મોની ઓફરો આવી હોવા છતાં હંમેશા તેઓ નાટકને જ સમર્પિત રહ્યા. ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર,  NSDનો B. V. કારંત જેવા અનેક એવોર્ડ તેમણે મેળવ્યા હતા. ગુજરાતી નાટ્ય જગતના ઘણા કલાકારો તેમની પાસેથી નાટ્ય તાલીમ મેળવી છે અને તેમને નાટ્ય ગુરુ તરીકે માને છે. તેઓ વિવિધ નાટકોનું મંચન પણ કરતા. 

રાજૂ બારોટે નાટ્ય ડિપ્લોમા : ફેક્લ્ટી ઓફ પર્ફોમિંગ આર્ટસ, એમ.એસ. યુનિ; વડોદરામાંથી કર્યું જ્યારે સ્નાતક : રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય, નવી દિલ્હીથી થયા હતા. આ સાથે તેઓ NSDમાંથી પાસ આઉટ થયા હતા. 

જાણીતા નાટકોનું દિગદર્શન કર્યું

રાજુ બારોટ નાટ્ય કલાકાર સાથે સંગીતનું પણ વિશેષ જ્ઞાન ધરાવતા હતા, સાથે દિગ્દર્શક પણ હતા. તેઓએ સોક્રેટિસ,  કૈકેય, પરીત્રાણ, કંચન કરશે ગામને કંચન, ડુંગરો ડોલ્યો, સૈયા ભયે કોતવાલ જેવા જાણીતા નાટકોનું દિગદર્શન કર્યું છે. મનુભાઈ પંચોલીની નવલકથા પર ભરત દવે દ્વારા લખાયેલું નાટક સોક્રેટિસ જે કરવું અશક્ય હતું પણ રાજુ બારોટ જેવા સમર્પિત રંગ કર્મી એ શક્ય કરી બતાવ્યું.  

અભિનેતા તરીકે મુખ્ય નાટકો

લૈલા – મજનૂ (નૌટંકી), દાન્તોસ ડેથ, જસમા ઓડન (ભવાઈ), તુઘલક, હિરો હવાલદાર (તમાશાથી ભવાઈ સ્વરૂપમાં), મદિરા (ગ્રીક ‘મીડિયા’), માનવીની ભવાઈ, વંધ્ય (ધી ફાધર), દૂત વાક્યમ અને પ્રબુદ્ધ રૌહિણેયમ (સંસ્કૃત), સૂરા અને શત્રુજીત, જીવન સૂર્ય (ટાગોર વિષે).

શ્રી યશવંત કેળકર અને શ્રી ભરત દવેના નિર્દેશનમાં સી.સી. મહેતાના ‘મદિરા – મૂળ યુરીપીડીઝનું ગ્રીક નાટક મીડિયા’ ભજવવાનો અનુભવ. 
 

આ સમાચાર શેર કરો