ગુજરાત: ચાંદીપુરાના કુલ 45 પોઝિટીવ કેસ, મૃત્યુઆંક 50ને પાર
રાજ્યમાં શકાંસ્પદ ચાંદીપુરા કેસનો કહેર ધીમે ધીમે વધ્યો છે. ગુજરાતમાં હાલ વાયરલ એન્કેફેલાઈટિસ એટલેકે શંકાસ્

રાજ્યમાં શકાંસ્પદ ચાંદીપુરા કેસનો કહેર ધીમે ધીમે વધ્યો છે. ગુજરાતમાં હાલ વાયરલ એન્કેફેલાઈટિસ એટલેકે શંકાસ્પદ ચાંદીપુરાના કુલ 130 કેસ છે. જેમાં સાબરકાંઠામાં 12, અરવલ્લી, ખેડા, મહેસાણામાં 7, મહિસાગર, છોટા-ઉદેપુર, નર્મદા, વડોદરા કોર્પોરેશન, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગર-રાજકોટ, જામનગર, વડોદરામાં 6, સુરેન્દ્રનગર, મોરબી બનાસકાંઠામાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 12, પંચમહાલમાં 15, ગાંધીનગર કોર્પોરેશન, દાહોદ, કચ્છ, ભરૂચમાં 3, ભાવનગર, દેવભૂમિદ્વારકા, અમદાવાદ, જામનગર કોર્પોરેશન, પોરબંદરમાં 1, રાજકોટ કોર્પોરશનમાં 4 કેસનો સમાવેશ થાય છે.
| જિલ્લો | કેસ |
| સાબરકાંઠા | 06 |
| અરવલ્લી | 03 |
| મહિસાગર | 01 |
| ખેડા | 04 |
| મહેસાણા | 04 |
| રાજકોટ | 02 |
| સુરેન્દ્રનગર | 02 |
| અમદાવાદ કોર્પો | 02 |
| ગાંધીનગર | 03 |
| પંચમહાલ | 01 |
| જામનગર | 07 |
| મોરબી | 01 |
| દાહોદ | 01 |
| વડોદરા | 02 |
| નર્મદા | 00 |
| બનાસકાંઠા | 01 |
| વડોદરા કોર્પો | 00 |
| દેવભૂમિ દ્વારકા | 01 |
| રાજકોટ કોર્પો | 01 |
| કચ્છ | 01 |
| સુરત કોર્પો | 01 |
| ભરૂચ | 01 |
| પોરબંદર | 01 |
| જામનગર | 01 |
શંકાસ્પદ કેસના ટેસ્ટ ગાંધીનગર ખાતેની લેબમાં મોકલાયા
આ શંકાસ્પદ કેસના ટેસ્ટ ગાંધીનગર ખાતેની લેબમાં મોકલવામાં આવ્યા છે. જેના આધારે આવતા રિપોર્ટમાંથી સાબરકાંઠામાં6, અરવલ્લીમાં ત્રણ, મહિસાગરમાં એક, ખેડામાં 4, મહેસાણામાં4, રાજકોટમાંં2, સુરેન્દ્રનગરમાં 2, અમદાવદ કોર્પોરેશનમાં ત્રણ, ગાંધીનગરમાં એક, પંચમહાલમાં7, જામનગરમાં એક, મોરબીમાં એક, દાહોદમાં બે, વડોદરા, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, રાજકોટ કોર્પોરેશન, કચ્છ, સુરત કોર્પોરેશન ભરૂચ, પોરબંદરમાંથી એક કેસ પોઝિટીવનો આવ્યો છે.
ગુજરાતમાં હાલ વાયરલ એન્કેફેલાઈટિસના 38 દર્દીઓ દાખલ છે. 40ને રજા અપાઈ છે. રાજસ્થાનના કુલ 6 કેસ છે, તેમાં ચાર દર્દીઓ દાખલ છે. જ્યારે બે દર્દીના મૃત્યુ થયા છે.






