મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યાં, જાણો ક્યાં-ક્યાં પડ્યો વરસાદ

Gujarat Rain: રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. આજે સો

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યાં, જાણો ક્યાં-ક્યાં પડ્યો વરસાદ

Gujarat Rain: રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. આજે સોમવારે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. 

દ્વારકામાં વહેલી સવારે 1 ઇંચ જેટલો વરસાદ

દ્વારકામાં આજે વહેલી સવારે 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો જ્યારે ખંભાળિયા તાલુકામાં 24 કલાકમાં 241મીમી વરસાદ ખાબક્યો છે. ધોધમાર ખાબકેલા વરસાદના પગલે બેહ ગામે આવેલ પ્રખ્યાત જુંગીવારા ધામ મંદિરની આસપાસ પાણી ભરાઇ ગયા હતા. સાથે સાથે મંદિર પરિસર તરફ જવાના રસ્તા પર તેમજ આસપાસની દુકાનોમાં પણ પાણી ફરી વળ્યા હતા. રસ્તામાં પાણી ભરાતા કેબિનેટ મંત્રી મુળુબેરાને મંદિર બહારથી જ દર્શન કરવા પડ્યા હતા. સામાન્ય વરસાદ બાદ લખતરમાં પણ વીજ પુરવઠો ખોરવાયો હતો. લખતરના વિવિધ વિસ્તારોમાં 12 કલાકથી વધુ સમય સુધી વીજળી ગુલ રહી હતી. ત્યારે દ્વારકામાં વીજ વિભાગની પ્રી-મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા. 

ધોરાજીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

છેલ્લા કેટલા સમયથી ભારે બફારા બાદ આજ રોજ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જેની સાથે શહેરીજનોએ આ કાળઝાળ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો હતો. વાવણીલાયક વરસાદ થવાથી ખેડૂતો પણ ખુશહાલ જોવા મળ્યા હતા. આવતીકાલે ભીમ અગિયારસનું મેઘરાજા મુહૂર્ત સાચવે તેવી ખેડૂતોની ઈચ્છા જોવા મળી હતી.  

ગીર સોમનાથ જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો:

ગીર સોમનાથ જિલ્લામાં વાતાવરણમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વેરાવળ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ મેઘરાજાની મહેર જોવા મળી છે. છેલ્લા બે દિવસથી ધીમી ધારે પડી રહેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. 

ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘમહેર:

આજે સતત ત્રીજા દિવસે પણ ભાવનગર જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલ્ટો જોવા મળ્યો હતો. ભાવનગરના પાલીતાણા પંથકમાં મેઘ મહેરબાન બન્યા હતા. પાલીતાણાના ઘેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા, આદપુર, સેજળીયા, ખીજડળીયા, મોખડકા, માલપરા, ભારાટીંબા, મઢડા સહિતના પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તે સાથે ગારીયાધાર પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ગારીયાધારના પાંચ ટોબરા, માનવિલાસ, મોટી વાવડી, સુખપર, સૂરનગર, ચોમલ, માનગઢ, વેળાવદર, વીરડી, મોરબા, નવાગામ, લુવારા, ખોડવદરી, રતનવાવ, પરવડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ અમી છાંટણા કર્યા હતા. સતત ત્રણ દિવસથી વરસતા વરસાદના કારણે ગારીયાધારમાં પસાર થતી શેત્રુંજી નદીમાં નવા નીરની થઈ આવક થઈ હતી.

ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:

ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે મેઘરાજાએ એન્ટ્રી મારતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. બપોર બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ડાંગના આહવા, વઘઈ સહીતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને લઇ ડાંગમાં આહલાદક વાતાવરણ સર્જાયું હતું. ત્યારે આ વરસાદને પગલે ડાંગ જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તે ઉપરાંત ગિરિમથક સાપુતારા સહીત તળેટી વિસ્તારોમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સાંજે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 

રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદી વાતાવરણ:

રાજકોટમાં સાતતા ચોથા દિવસે મેઘ મહેરબાન થયા છે. રાજકોટ સહિત નજીકના ન્યારા સહિતના ગામોમાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો હતો જેથી રાજકોટવાસીઓને ઉકળાટ અને બફારાથી રાહત મળી હતી. વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

વલસાડના ઉમરગામ તાલુકામાં ભારે વરસાદ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભારે બફારા વક્ચે કડાકા ભડાકા સાથે વરસાદી માહોલથી ફરી લોકોમાં મેઘરાજાનાં પધરામણીનીં આતુરતા જોવા મળી છે. વલસાડમાં ક્યાંક જોરદાર વરસાદ તો ક્યાંક ઝરમર વરસાદી ઝાપટા પડ્યા હતાં. અસહ્ય ગરમી વચ્ચે ઝરમર વરસાદી ઝાપટાથી લોકોને થોડીક ક્ષણો માટે હળવી રાહત થઈ છે. ઉમરગામ તાલુકામાં અસહ્ય ગરમી અને ભારે બફારાની સામાન્ય જનજીવન પર અસર જોવા મળી હતી ત્યારે સાંજના સમયે વાતાવરણમાં પલ્ટો થઈને મેઘમહેર થતા લોકોએ મેઘરાજાનો આભાર માન્યો હતો. 

અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ:

અમરેલી જિલ્લામા સતત વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં ઘોઘમાર વરસાદ વરસ્યો હતો. તાલુકાના ભીલા ભીલડી સહિતના ગામોમાં ઘોઘમાર વરસાદ ખાબકયો હતો. બે કલાકમાં અઢીથી ત્રણેક જેટલો વરસાદ વરસ્યો હતો જેના કારણે. ભીલા ગામે આવેલ ઠેબી નદીમાં ઘોડાપુર ના દ્રશ્યો સર્જાયા હતા. જેની સાથે નંદી નાળા ચેકડેમ પણ છલકાયો હતો. સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 

આ સમાચાર શેર કરો