મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: રાજ્યમાં 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું

રાજ્યમાં આગામી 20-21 જૂનના રોજ તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે

Gujarat news: રાજ્યમાં 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું

રાજ્યમાં આગામી 20-21 જૂનના રોજ તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. 22 જૂને રાજ્યના 9 જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ રહેશે. જેમાં નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

ભારેથી અતિભારે વરસાદનું યલો-ઑરેન્જ જાહેર 

હવામાન વિભાગ અનુસાર, ગુરુવારે (19મી જૂન) પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યા રાજ્યન અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું 

23 જૂનની આગાહી

રાજ્યમાં 23 જૂનથી હવામાન બદલાતું જોવા મળે છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતના જિલ્લામાં મેઘમહેર થવાની શક્યતા છે. જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, મોરબી, પાટણ, મહેસાણા, અરવલ્લી, જામનગર, દેવભૂમિ દ્વારકા, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

24 જૂનની આગાહી

24 જૂને કચ્છ, પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, મોરબી, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં પણ મેઘગર્જના સાથે વરસાદની સંભવના છે.

આ સમાચાર શેર કરો