GANDHINAGAR / 11 જૂને નવા 5 ધારાસભ્યોની શપથવિધિ યોજાશે, ભાજપનું સંખ્યાબળ વધશે
Gandhinagar News : રાજ્યમાં લોકસભા ચૂંટણી સાથે વિધાનસભાની 5 બેઠકો વિજાપુર, પોરબં

Gandhinagar News : રાજ્યમાં લોકસભા ચૂંટણી સાથે વિધાનસભાની 5 બેઠકો વિજાપુર, પોરબંદર, ખંભાત, માણાવદર અને વાઘોડીયા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ તમામ 5 બેઠકો પર ભાજપના ઉમેદવારો ચૂંટાયા છે. હવે આવતીકાલે 11 જૂને નવા આ 5 ધારાસભ્યોની શપથવિધિ યોજાશે :
- વિજાપુર - સી જે ચાવડા
- પોરબંદર - અર્જુન મોઢવાડિયા
- ખંભાત - ચિરાગ પટેલ
- માણાવદર - અરવિંદ લાડાણી
- વાઘોડીયા - ધર્મેન્દ્રસિંહ વાઘેલા
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પોતાની ચેમ્બરમાં આ 5 થનવા પાંચ ચૂંટાયેલા ધારાસભ્યોને ધારાસભ્યપદના શપથ લેવડાવશે.
વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 161 થયું
ગુજરાતમાં લોકસભાની સાથે વિધાનસભાની પાંચ બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે. આ તમામ બેઠકોમાં મોટી સરસાઇ સાથે કોંગ્રેસના પક્ષપલ્ટુઓનો વિજય થયો છે. વિધાનસભામાં ભાજપની હાલની 156ની સંખ્યામાં પાંચ બેઠકો ઉમેરાતા કુલ સભ્ય સંખ્યા 161 થઇ છે.






