મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: આજે સવારે 8 વાગ્યે ધો.10 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ, પરિણામ જોવા વ્હોટ્સએપ નંબર પણ જાહેર કરાયો

ગુજરાત શિક્ષણ બોર્ડ (GSEB)ની ધોરણ-10 માટે વર

Gujarat news: આજે સવારે 8 વાગ્યે ધો.10 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ, પરિણામ જોવા વ્હોટ્સએપ નંબર પણ જાહેર કરાયો
આ સમાચાર સાંભળો

 ગુજરાત શિક્ષણ બોર્ડ (GSEB)ની ધોરણ-10 માટે વર્ષ 2026ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન યોજાઈ હતી. જેમાં રાજ્યના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ ધોરણ-10 (SSC)નું પરિણામ આજે સવારે 8 વાગ્યે GSEB બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.  

આજે ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB)ની ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે.  સવારે 8 વાગ્યે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થશે.

વિદ્યાર્થીઓ અને વાલીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને વિદ્યાર્થીનો બેઠક ક્રમાંક નંબર દાખલ કરીને પરિણામ જોઈ શકાશે. વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક WhatsApp નંબર 6357300971 પર મોકલીને પણ પોતાનું પરિણામ તરત જ મેળવી શકશે. 

આ સમાચાર શેર કરો