Gujarat news: ફિક્સ પગાર, આઉટ સોર્સિંગ, કોન્ટ્રાક સિસ્ટમ સામે મેવાણીનો 'ચલો ગાંધીનગર'નો કોલ, સરકાર સામે નવા આંદોલનની તૈયારીઓ!
ગુજરાતમાં ફિક્સ પગાર, આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ

ગુજરાતમાં ફિક્સ પગાર, આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમના માધ્યમથી કર્મચારીઓનું રીતસરનું શોષણકરવામાં આવી રહ્યું છે. કારમી મોંઘવારીમાં ઓછા પગારમાં વધુ કામ લેવાની શોષણભરી નીતિ સામે કર્મચારીઓએ રાજ્યવ્યાપી આંદોલન કરવા તૈયારી કરી છે. રાજ્યમાં બેરોજગારીની સમસ્યા ફેણ માંડીને ઉભી છે. સરકારી વિભાગોમાં ઘણી જગ્યાઓ ખાલી હોવા છતાંય સરકાર નિયમીત ભરતી કરતી નથી, શિક્ષિત યુવાઓનું સરકારી નોકરી મેળવવાનું સપનું અઘરુ હોય છે.'
શિક્ષિત યુવાઓ ઓછા પગારે નોકરી કરવા મજબૂર બન્યા
આ કારણોસર ના છૂટકે શિક્ષિત યુવાઓ ઓછા પગારે નોકરી કરવા મજબૂર બન્યા છે. સરકારના વિવિધ વિભાગોમાં ફિક્સ પગારથી નોકરી રાથી શોષણ કરવામાં આવી રહ્યું છે સરકારની શોષણભરી નીતિ સામે કર્મચારીઓ રોષે ભરાયાં છે. હવે તો ફિક્સ પગારની નીતિ નાબુદ કરો અથવા તો નોકરીના સમયમાં ઘટાડો કરે તેવી માંગ ઉઠી છે. રાજ્ય સરકાર સમક્ષ




