મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હાઇકોર્ટે ટ્રાફિક પોલીસનો લીધો ઉધડો, કહ્યું ‘ક્રોસિંગ રોડ પર જઈને જુઓ કોન્સ્ટેબલ શું કરી રહ્યા છે’

અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે આજે હાઇકોર્ટમાં સુનાવણી ધરવામાં આવી હતી. AMC અને ટ્રાફિક JCP

હાઇકોર્ટે ટ્રાફિક પોલીસનો લીધો ઉધડો, કહ્યું ‘ક્રોસિંગ રોડ પર જઈને જુઓ કોન્સ્ટેબલ શું કરી રહ્યા છે’

અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે આજે હાઇકોર્ટમાં સુનાવણી ધરવામાં આવી હતી. AMC અને ટ્રાફિક JCP દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામુ દાખલ કરવામાં આવ્યું છે. સોગંદનામા પર હાઇકોર્ટની ટકોર કરી હતી કે “4 અઠવાડિયા થયા પણ અમે રોડ પર કોઈ ડિફરન્સ જોઈ રહ્યા નથી. તમે ક્રોસિંગ રોડ પર જઈને જુઓ તમારા કોન્સ્ટેબલ શું કરી રહ્યા છે. પાનના ગલ્લે ઉભેલા લોકો અને ક્રોસ રોડ પર તમારા કોન્સ્ટેબલમાં કોઈ ફર્ક જોવા નહીં મળે.” 

ટ્રાફિક JCPના સોગંદનામા પર અરજદારે સવાલ ઉઠાવ્યા હતા. જેમાં તેમને દલીલ કરી હતી કે સોગંદનામાના નામે ફક્ત આશ્વાસન જ મળે છે. મોટા સાહેબ આવે ત્યારે બધા રસ્તા બંધ થઈ જાય છે.

જો કે સરકારી વકીલ દ્વારા બોપલ-આંબલી રોડ, કારગીલ જંક્શન રોડ નજીક સ્થિતિ સુધરી હોવાની દલીલ કરવામાં આવી હતી.

હાઇકોર્ટે ટકોર કટી હતી કે, અમદાવાદ માત્ર 3 એરિયા પૂરતું જ સીમિત નથી અને અમે અહીં રાજ્યની સમસ્યા મુદ્દે સુનાવણી કરી રહ્યા છીએ.

AMC અને ટ્રાફિક JCP દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામુ:

1થી 15 ઓગસ્ટ સુધી જુદા જુદા ગુનાઓમાં સામે નોંધેલા કેસ અને દંડની વિગત અમદાવાદ શહેર પોલીસે અને AMCએ હાઇકોર્ટમાં જણાવી હતી.

  • જેમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે સીટ બેલ્ટ વિના ડ્રાઇવિંગ બદલ 3300 કેસ અને રૂ.14,86,000નો દંડ વસૂલાયો છે.
  • રોંગ લેન ડ્રાઇવિંગ બદલ 20 કેસ કરવામાં આવ્યા છે અને 10,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.
  • ટુ વ્હીલર પર 2થી વધુ લોકો સામે 2,933 કેસ કરવામાં આવ્યા જે પૈકી 2,99,600 દંડ વસૂલ કરાયો છે.
  • હેલ્મેટ વિના ડ્રાયવિંગ કરતા 28,099 કેસ 1,31,87,100 નો દંડ વસુલાયો છે.
  • નો પાર્કિંગ બદલ 15312 કેસ કરવામાં આવ્યા છે જેમાં રૂ 8303700 દંડ વસૂલ કરાયો છે.
  • વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરવા બદલ 486 ગુના 2,43,500 દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
  • રીક્ષામાં ડ્રાઇવર સીટ પર મુસાફરો બેસાડવા બદલ 2548 કેસ કરાયા છે જેમાં રૂ. 12,93,500 નો દંડ વસૂલાયો છે.
  • દિવસ દરમિયાન શહેરમાં ભારે વાહનોના પ્રવેશ બદલ 324 કેસ નોંધવામાં આવ્યા છે જેમાં 14,81,000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
  • ફેન્સી નંબર પ્લેટ બદલ 245 કેસ કરી 89700નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
  • ગાડીમાં ડાર્ક ફિલ્મના ઉપયોગ બદલ 378 કેસ અને 1,94,600 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
  • ભયજનક ડ્રાઇવિંગ બદલ 1688 કેસ અને 34 લાખ 76 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
  • ઓવર સ્પીડિંગ બદલ 4652 કેસ અને 10387500 દંડ, રેડ લાઈટ વાયોલેશન બદલ 30,868 કેસ 21260700 દંડ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો