મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ધાર્મિક વિધિ વિના હિન્દુ લગ્ન અમાન્ય, માત્ર રજીસ્ટ્રેશન પૂરતું નથી

ગુજરાત હાઇકોર્ટે હિન્દુ લગ્નને લઈને મહત્વપૂર્ણ અવલોકન

ગુજરાત હાઇકોર્ટે હિન્દુ લગ્નને લઈને મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે હિન્દુ લગ્ન અધિનિયમ મુજબ જરૂરી ધાર્મિક વિધિ-વિધાન વિના થયેલા લગ્ન કાયદેસર માન્ય ગણાઈ શકતા નથી. માત્ર લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું પૂરતું નથી, પરંતુ સપ્તપદી સહિતની આવશ્યક વિધિઓ પૂર્ણ કરવી જરૂરી છે. હાઇકોર્ટે નોંધ્યું કે હિન્દુ લગ્ન માત્ર કાનૂની કરાર નહીં, પરંતુ પવિત્ર સંસ્કાર છે. કોર્ટે યુવાનોને લગ્ન પહેલાં તેની કાનૂની અને સામાજિક જવાબદારીઓ સમજવાની સલાહ આપી છે. આ ચુકાદાને અરજદાર પક્ષના વકીલે પણ મહત્વપૂર્ણ અને માર્ગદર્શક ગણાવ્યો છે.

આ સમાચાર શેર કરો