મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત હાઈકોર્ટે અપહરણ અને એટ્રોસિટી કેસમાં ગણેશ ગોંડલને આપ્યાં શરતી જામીન

ગુજરાત હાઈકોર્ટે અપહરણ અને એટ્રોસિટી કેસમાં ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગી

ગુજરાત હાઈકોર્ટે અપહરણ અને એટ્રોસિટી કેસમાં ગણેશ ગોંડલને આપ્યાં શરતી જામીન

ગુજરાત હાઈકોર્ટે અપહરણ અને એટ્રોસિટી કેસમાં ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા તેમજ પૂર્વ ધારાસભ્ય અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલને શરતી જામીન આપ્યાં છે. ગણેશ ગોંડલ  તેમજ તેના મિત્રો-સાથીદારોએ એક દલિત યુવકનું કારમાં અપહરણ કરી તેને પોતાની જગ્યાએ લઈ જઈને નગ્ન કરી માર માર્યો હતો તેમજ વીડિયો પણ ઉતાર્યો હતો. 

6 મહિના સુધી જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે જામીન 

ગુજરાત હાઇકોર્ટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશ) તથા અન્ય ચાર લોકોના જામીન મંજૂર કર્યા છે. 6 મહિના સુધી જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ નહીં કરવાની શરતે જામીન મંજૂર કરવામાં આવ્યાં છે. એડવોકેટ પ્રશાંત ખંઢેરિયા તથા સિનિયર એડવોકેટ ભાર્ગવ ભટ્ટ દ્વારા દલીલો કરવામાં આવી હતી. 

ગોંડલ નાગરિક બેન્કના વાઇસ ચેરમેન તરીકે વરણી

જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલે જેલમાંથી બેન્કની ચૂંટણી લડીને ગોંડલ નાગરિક બેન્કના વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા છે, જ્યારે ચેરમેન તરીકે અશોક પીપળીયા ત્રીજીવાર રિપીટ થયા છે. તો બીજી તરફ એમ.ડી. તરીકે પ્રફુલ ટોળિયાની પસંદગી કરવામાં આવી છે. 

આજે નાગરિક બેંક ખાતે ચૂંટાયેલી નવી બોડીની બેઠક યોજાઇ હતી, જેમાં ગોંડલ નાગરિક બેન્કના ચેરમેન તરીકે અશોક પીપળીયા, વાઇસ ચેરમેન તરીકે ગણેશ ગોંડલ અને મેનેજીંગ ડિરેક્ટર તરીકે પ્રફુલ ટોળિયાની વરણી કરવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. 

શું સમગ્ર મામલો

ગુજરાત હાઇકોર્ટે જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે જામીન મંજૂર કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ગત તા. 29 મેના જૂનાગઢના દાતાર રોડ પરથી અનુસૂચિત જાતિ સમાજના આગેવાનના પુત્ર સંજય ઉર્ફે ચંદુ સોલંકીનું અપહરણ કરી ખુની હુમલો થયો હતો. આ મામલે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતના 11 શખ્સો સામે અપહરણ હત્યાનો પ્રયાસ, એટ્રોસિટી સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તા. 5 જૂનના જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. કોર્ટે રિમાન્ડ ના મંજૂર કર્યા હતા. પોલીસે કાયદા વિભાગની મંજૂરી મેળવી હાઇકોર્ટમાં રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે પોલીસને જેલમાં જઈ પૂછપરછ કરવા મંજૂરી આપી હતી. ગણેશ જાડેજા સહિતનાઓના જામીન ના મંજૂર થયા હતા. 

આ સમાચાર શેર કરો