મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોટા સામચાર: જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટે છબીલ પટેલને આપ્યાં શરતી જામીન

Jayanthi Bhanushali murder case : જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં જેલમાં

મોટા સામચાર: જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટે છબીલ પટેલને આપ્યાં શરતી જામીન

Jayanthi Bhanushali murder case : જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં જેલમાં બંધ આરોપી મનીષા ગોસ્વામીને 29 જુલાઈએ જામીન આપ્યાં હતા. હવે આ કેસમાં બીજા મોટા સામાચાર સામે આવ્યા છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટે આરોપી છબીલ પટેલને શરતી જામીન આપ્યાં છે. આ કેસમાં ચાર્જશીટ દાખલ થયા બાદ  છબીલ પટેલ હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી, જેને કોર્ટે શરતોને આધારે મંજુર કરી છે. 

2019માં ટ્રેનમાં જયંતી ભાનુશાળીની હત્યા થઈ 

ભુજથી 7 જાન્યુઆરી 2019નાં રોજ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદ આવી રહેલા જયંતી ભાનુશાળીની શાર્પ શુટરો અશરફ શેખ અને શશીકાંત કાંબળેએ હત્યા કરી નાંખી હતી.

બન્ને શુટરોને છબીલે 30  લાખની સોપારી આપવાનું નક્કી કરીને પાંચ લાખ ચુકવી પણ દીધા હતા. જોકે શંકા ન જાય તે માટે છબીલ હત્યા પહેલા 2 જાન્યુઆરીના રોજ વિદેશ ભાગી ગયો હતો.

આ અંગે સીઆઈડી ક્રાઈમે તપાસ હાથ ધરીને પુણ શુટરો અશરફ અને શશીકાંતની ધરપકડ કરી હતી. જેમાં બન્નેએ છબીલ પટેલના ઈશારે ભાનુશાળીની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. હત્યામાં પોતાનું નામ આવતા મસ્કત ભાગી ગયેલો છબીલ પટેલ દોહા અને ત્યાંથી અમેરિકા જતો રહ્યો હતો.

છબીલ પટેલે SIT સમક્ષ શરણાગતિ સ્વીકારી

 જયંતી ભાનુશાળી હત્યા કેસના આરોપી છબીલ પટેલની SITએ  2019માં અટકાયત કરી હતી. પુત્ર સિદ્ધાર્થ પટેલની ધરપકડના ગણતરીના દિવસોની અંદર જ છબીલ પટેલે SIT સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. છબીલ પટેલ દુબઈથી ફ્લાઈટમાં આવ્યો હતો. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતાં જ ત્યાં હાજર પોલીસે તેની અટકાયત કરી હતી. 

છબીલ પટેલ મસ્કતથી દોહાન અને ત્યાંથી અમેરિકા ગયો હતો. ત્યાંથી  અમેરિકાથી અમદાવાદ પહોંચતા જ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ તેની અટકાયત કરી લીધી હતી. જયંતી ભાનુશાળીની હત્યા થયાં બાદ તેમના પરિવારજનોએ છબીલ પટેલે જ આ હત્યા કરાવી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ સંદર્ભે પોલીસે છબીલ પટેલ સહિત પાંચ લોકો સામે ગુનો નોંધ્યો હતો. જયંતી ભાનુશાળીની હત્યા થઈ ત્યારથી છબીલ પટેલ વિદેશમાં હતો.

આ સમાચાર શેર કરો