મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોટા સમાચાર : રાજકોટના પૂર્વ TPO મનસુખ સાગઠીયા અને પરિવારજનોની 23.15 કરોડની મિલકતો ટાંચમાં લેશે સરકાર

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્

મોટા સમાચાર : રાજકોટના પૂર્વ TPO મનસુખ સાગઠીયા અને પરિવારજનોની 23.15 કરોડની મિલકતો ટાંચમાં લેશે સરકાર

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉનપ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મનસુખ સાગઠીયા વિરુદ્ધ આવક કરતા વધુ સંપત્તિ સહિત અન્ય કેસો પર કાર્યવાહી ચાલી રહી છે અને તે હાલ જેલમાં છે. હવે મનસુખ સાગઠીયા અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગે ACBને  મનસુખ સાગઠીયા અને પરિવારજનોની 23.15 કરોડની મિલકતો ટાંચમાં લેવાની મંજૂરી આપી દીધી છે. 

ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કર્યો 

આ અંગે ACBએ એક પ્રેસનોટ જાહેર કરી છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે રાજકોટ મહાનગરપાલીકાના ટાઉનપ્લાનિંગ ઓફિસર તરીકે મનસુખ સાગઠીયાએ ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરી ગેરકાયદેસર રીતે ધનવાન થવા માટે વિવિધ ગેરકાયદેસર રીત રસમો અપનાવી નાણાં મેળવી આશ્રિતોના નામે સ્થાવર/જંગમ મિલ્કતોમાં કરોડોનું  રોકાણ કર્યું છે. 

મનસુખ સાગઠીયાએ આવક કરતા 628.42% ટકા વધુ સંપત્તિ વસાવી 

મનસુખ સાગઠીયાએ પોતાની ફરજ દરમ્યાન કાયદેસરની આવકના દેખીતા સાધનોમાંથી થયેલ કુલ આવક રૂ. 3,86,85,647ની સામે પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રૂ.28,17,93,981નું સ્થાવર/જંગમ મિલ્કતોમાં રોકાણ ખર્ચ કરી પોતાના કાયદેસરના આવકના સ્ત્રીત કરતા કૂલ રૂ.24,31,08,334 (અંકે રૂપિયા ચોવીસ કરોડ એકત્રીરા લાખ આઠ હજાર ત્રણસો ઓત્રીસ રૂપિયા પુરા) (+628.42%)નું અપ્રમાણસર સ્થાવર/જંગમ મિલ્કતોમાં રોકાણ/બર્ચ પોતાની ફરજ દરમ્યાન ભ્રષ્ટ રીત રસમો અપનાવી, રાજય સેવક તરીકેના હોદાનો દુરઉપયોગ કરી, ગુન્હાહીત ગેરવર્તણુક આચરી લાંચીયાવૃતીથી નાણાં મેળવેલ હોવાનું દસ્તાવેજી પુરાવા પરથી ફલિત થયું છે. 

23.15 કરોડની સંપત્તિ ટાંચમાં લેશે ACB 

આરોપી મનસુખ સાગઠીયાએ પોતાના તથા પોતાનાં પરીવારજનોના નામે વસાવેલ મિલકતો રૂ.23,15,48,254/-ની મિલકત ટાંચમાં લેવા માટે રાજય સરકારના ગૃહ વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી હતી જેને સરકારે મંજૂરી આપતા મંજુરીના  આધારે આરોપીની મિલકતો તાત્કાલિક ટાંચમાં લેવા કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો