મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત વધુ છ મહિના લંબાવી, પાંચમી વાર કર્યો વધારો

ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફીને લઈને એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વ

ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત વધુ છ મહિના લંબાવી, પાંચમી વાર કર્યો વધારો

ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફીને લઈને એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં સતત પાંચમીવાર વધારો કરતાં હવે વધુ છ મહિનાની મુદત લંબાવવામાં આવી છે. 

ઇમ્પેક્ટ ફી ભરવાની મુદતમાં સતત 5 વખત વધારો

રાજ્યમાં બિનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામો ફી ભરીને કાયદેસર કરવા માટેની ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત વધુ 6 મહિના માટે લંબાવાઈ છે. ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં સતત પાંચમી વખત વધારો કરવામાં આવ્યો છે. ચોથી વખત અપાયેલી 6 મહિનાની મુદત 16મી ડિસેમ્બર એટલે કે આજે પૂર્ણ થઈ રહી હતી. હવે નવી તારીખ 17મી ડિસેમ્બરથી મંગળવારથી આગામી છ મહિના સુધી મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે.

અગાઉ ચાર વાર મુદ્દત વધારી હતી

ગુજરાતમાં ગેરકાયદે બાંધાકમને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય છે. આ પહેલા ચાર વાર સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીની મુદ્દત વધારી હતી. ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદે તેમજ બીયુ વિનાના બાંધાકમને તોડીને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય તે માટે બાંધકામો તોડવાને બદલે નિયત ફી વસૂલીને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ કાયદાને ઓછો પ્રતિસાદ મળતાં સતત પાંચમી વખત મુદ્દત વધારાઈ છે.

આ સમાચાર શેર કરો