NAVRATRI 2024: નવરાત્રિને લઇને રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય, ખેલૈયાઓ રાત્રે 12 વાગ્યા પછી પણ ગરબા રમી શકશે
નવરાત્રિને લઇને રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ખેલૈયાઓ રાતના 12 વાગ્યા પછી પણ ગરબા રમી શકશે. આ

નવરાત્રિને લઇને રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ખેલૈયાઓ રાતના 12 વાગ્યા પછી પણ ગરબા રમી શકશે. આયોજકોને પણ યોગ્ય આયોજન કરવા માટે અપીલ કરવામાં આવી છે.
વેપારીઓ પણ મોડી રાત સુધી વેપાર કરી શકશે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતી સવારે પાંચ વાગ્યા સુધી ગરબા રમશે તેની ચિંતા ના કરો. ગત વર્ષે પણ કોંગ્રેસે મારા પર PIL કરી હતી. ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો શું બહાર જઇને રમશે.લોકો જેટલા વાગ્યા સુધી ગરબા કરવા માંગે છે તે રમશે.
ગુજરાતીઓ તહેવારની ઉજવણી કરનારા લોકો છે. નવરાત્રિ ખુશીની ઉજવણીનો તહેવાર છે. લોકો એકબીજાને મળે છે, માતા અંબાની ભક્તિ કરે છે. આ ભક્તિ આ વર્ષે પણ એટલાં જ ઉત્સાહ અને આનંદ સાથે થશે.
જોકે, હર્ષ સંઘવીએ આ વિશે વધુ વાત કરતાં જણાવ્યું કે, ટેક્નિકલ જે વિષય છે તેમાં હું વધારે ઉંડાણમાં નહીં જઉં, પરંતુ વરસાદ વચ્ચે પણ લોકો ઉત્સાહ પૂર્વક અને જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી રમી શકશે.
નવરાત્રિને લઇને ખાનગી ક્લબોમાં તૈયારીઓ શરૂ
નવરાત્રિને લઇને ક્લબોમાં તેમજ ખાનગી પાર્ટી પ્લોટમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં આવેલી કર્ણાવતી ક્લબમાં પણ નવરાત્રિની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સીસીટીવી, પાર્કિંગ, ફાયર એનઓસી સાથે તૈયારીઓ શરૂ કરી છે.








