મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી, PMમોદીએ બતાવી લીલીઝંડી

નવરાત્રિ દરમિયાન ગુજરાતીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતને તેની પહેલી અમૃત ભારત

ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી, PMમોદીએ બતાવી લીલીઝંડી

નવરાત્રિ દરમિયાન ગુજરાતીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતને તેની પહેલી અમૃત ભારત એક્સપ્રેસ જે સુરતના ઉધનાથી ઓડિશાના બહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે. 27 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેનને લીલી ઝંડી આપી છે. આ દરમિયાન રેલ મંત્રી સુરતના ઉધના રેલવે સ્ટેશન પર હાજર રહ્યા હતા. 

અમૃત ભારતની એક્સપ્રેસ  વિશેષતા :

આ ટ્રેનમાં CCTV, ચાર્જિંગ પોઇન્ટ સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવી છે. આ ટ્રેનમાં દરવાજો ખુલ્લો હશે તો પણ ટ્રેન ચાલુ નહીં થાય એ તમામ મુસાફરોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

સુરતના  રેલવે સ્ટેશન પર ઉદ્ધઘાટન સમારોહ:

સુરત રેલવે સ્ટેશન પર અમૃત ભારત ટ્રેનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન થોડા ક્ષણો માટે  સંપૂર્ણ અવ્યવસ્થા જોવા મળી હતી, જેના કારણે ભારે ઘર્ષણ સર્જાયું હતું. ભાજપના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓની મોટી હાજરીએ પરિસ્થિતિને વધુ વરસાવી હતી. આ પ્રસંગે સ્કૂલના બાળકોને પણ રેલવે સ્ટેશન પર લાવવામાં આવ્યા હતા. જોકે, અવ્યવસ્થા ચરમસીમાએ જોવા મળી હતી   ,અને ત્યાં  રેલવે અધિકારીઓ દ્વારા કવરેજ માટે બોલાવાયેલા મીડિયા કર્મચારીઓ માટેની જગ્યા પર ભાજપના કાર્યકર્તાઓ અને ઓડિયા સમાજના લોકો બેસી ગયા હતા, જેના કારણે મીડિયા કર્મચારીઓ સાથે ઉગ્ર ઘર્ષણ થયું હતું. આ અવ્યવસ્થાને કાબૂમાં લેવામાં રેલવે પોલીસ સંપૂર્ણપણે અસફળ રહી હતી, અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગેરવ્યવસ્થાનો માહોલ છવાયેલો રહ્યો હતો.

ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન:

 આ ટ્રેન સસ્તી અને આરામદાયક મુસાફરીનો નવો વિકલ્પ પૂરો પાડશે. ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 09021/09022 તરીકે ચલાવવામાં આવશે. આ ટ્રેન નંબર 19021 ઉધના-બ્રહ્મપુર અમૃત ભારત એક્સપ્રેસ દર રવિવારે ઉધનાથી રવાના થશે અને વળતી મુસાફરી ટ્રેન નંબર 19022 બ્રહ્મપુર-ઉધના અમૃત ભારત એક્સપ્રેસ દર સોમવારે 6 ઓક્ટોબરથી શરૂ થશે.

આ સમાચાર શેર કરો