મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતના ખેડૂતના માથે 56 હજારનું દેવું, જ્યારે મહિનાની આવક માત્ર 12 હજાર

સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતોની હાલત વધુને વધુ દયનીય બની

ગુજરાતના ખેડૂતના માથે 56 હજારનું દેવું, જ્યારે મહિનાની આવક માત્ર 12 હજાર

સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતોની હાલત વધુને વધુ દયનીય બની રહી છે, તેનું કારણ છે કે આવક ઓછી અને ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. આ ઉપરાંત વધતી મોંધવારીને કારણે હવે ખેતી કરવી પણ મોંઘી થઈ રહી છે. તેમાંય કુદરતી થપાટ વાગતાં ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે. ખેડૂતોની આવક બમણી થશે તેવી ગુલબાંગો પોકારવામાં આવે છે,ત્યારે ઉલ્ટાનું ખેડૂતોની આર્થિક દશા વધુ ને વધુ કથળી રહી છે.

ખેડૂતોની આર્થિક દશા વધુ ને વધુ કથળી

આજે દરેક સિઝનમાં મોંઘુ બિયારણ, જંતુનાશક દવા, ખાતર ઉપરાંત ખેત મજૂરી પાછળ ખર્ચ કર્યા પછી પાક ઉત્પાદનના પુરતા પૈસા મળતાં નથી. મજૂરવશ ખેડૂતને ઓછા ભાવે જણસ વેચવી પડી રહી છે. દર સિઝનમાં વાવેતર પહેલાં જ ખેડૂતને બેંક ધિરાણ લેવુ પડે તેમ છે. ખેડૂતો 7 ટકા વ્યાજ વધુમાં વધુ ત્રણ લાખ સુધી લોન લે છે.

ગુજરાતમાં રૂરણ અને કો.ઓપરેટિવ બેંકની સરખામણીએ કોમર્શિયલ બેંકમાંથી ખેડૂતોએ કોમર્શિયલ બેંકમાંથી લોન મેળવી છે. લોકસભામાં કેન્દ્ર કૃષિ મંત્રાલયે એ વાતનો ખુલાસો કર્યો છે કે. વર્ષ 2025 સુધી ગુજરાતમાં 51 લાખ ખેડૂતોએ કુલ મળીને 1,44,463 કરોડની લોન મેળવી છે. 

ડબલ આવક તો ન થઈ પણ ખેડૂતો દેવાના બોજતળે દબાયા

ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે સરેરાશ 56 હજારનું દેવું છે, ગુજરાતની સરખામણીમાં આસામ, બિહાર, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યોના ખે઼ૂતોનું સરેરાશ દેવું ઓછું છે. ખેડૂતોને લાભલ મળે તે હેતુછી રાજ્યમાં અનેક કૃષિલક્ષી યોજનાઓ કાર્યરત છે. લાખો ખેડૂતો તેનો લાભ મેળવી રહ્યા છે, તેમ છતાંય ખેડૂતોની આર્થિક દશા સુધરી નથી. ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. વિકસીત રાજ્ય ગુજરાતના ખેડૂતો આવક દ્રષ્ટિએ 11માં ક્રમે રહ્યા છે.

આ સમાચાર શેર કરો