મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : “આ ચૂંટણી ઠાકોર કે ચૌધરી સમાજની નથી”, બનાસકાંઠામાં કોંગ્રેસ નેતા ગુલાબસિંહનું મોટું નિવેદન

Lok Sabha Election 2024 : બનાસકાંઠા લોકસભા બેઠક આજે 15 એ

VIDEO : “આ ચૂંટણી ઠાકોર કે ચૌધરી સમાજની નથી”, બનાસકાંઠામાં કોંગ્રેસ નેતા ગુલાબસિંહનું મોટું નિવેદન

Lok Sabha Election 2024 : બનાસકાંઠા લોકસભા બેઠક આજે 15 એપ્રિલે કોંગ્રેસ ઉમેદવાર તેમજ વાવના વર્તમાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ઉમેદવારીપત્ર ભર્યું. કોંગ્રેસની જાહેરસભા યોજાઈ હતી જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રેમખ શક્તિસિંહ ગોહિલ સહિત અનેક મોટા નેતાઓ હાજર રહ્યાં હતા. 

આ જાહેરસભામાં સંબોધન કરતાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે શંકર ચૌધરી પર નિશાન સાધ્યું હતું. ગુલાબસિંહે કહ્યું હતું કે આ ચૂંટણી કોઈ ઠાકોર સમાજ કે ચૌધરી સમાજની નથી, આ ચૂંટણી કોઈ ભાજપ કે કૉંગ્રેસની ચુંટણી નથી, આ ચૂંટણી બહારથી આવેલાં અને બનાસકાંઠામાં ધની થવા આવ્યાં છે તેમને બહાર કાઢવા માટેની આ ચૂંટણી છે.

આજે બનાસ ડેરી હોય કે બનાસ બેન્ક હોય, આ ભાજપ ચૂંટણી નથી લડતી આ બનાસ ડેરીના કર્મચારીઓ અને બનાસ બેન્કના કર્મચારીઓ ચૂંટણી લડે છે.  બનાસ બેંક અને બનાસ ડેરી બનાસકાંઠાના લોકોનાં રૂપિયે ચાલે છે કોઈ બહારના લોકોનાં રૂપિયે નથી ચાલતી.

આ સમાચાર શેર કરો