મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત ATSએ આતંકવાદ મૉડ્યૂલનો પર્દાફાશ કર્યો, ચાર લોકોની ધરપકડ

ગુજરાત ATSએ આતંકવાદી મૉડ્યૂલનો પર્દાફાશ કરતા ચાર લોકોની ધરપકડ કરી છે. ગુજરાત ATS લાંબા સમયથી વોચ રાખી

ગુજરાત ATSએ આતંકવાદ મૉડ્યૂલનો પર્દાફાશ કર્યો, ચાર લોકોની ધરપકડ

ગુજરાત ATSએ આતંકવાદી મૉડ્યૂલનો પર્દાફાશ કરતા ચાર લોકોની ધરપકડ કરી છે. ગુજરાત ATS લાંબા સમયથી વોચ રાખી રહી હતી. ગુજરાત ATSની ટીમે નકલી ભારતીય ચલણી નોટ મોડ્યૂલનો પર્દાફાશ કર્યો છે.

ગુજરાત ATSની આતંકવાદ વિરૂદ્ધ મોટી કાર્યવાહી

ગુજરાત ATSની ટીમે અલ કાયદા AQIS સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી છે. ચારેય લોકો રેડિકલ બની ચુક્યા હતા. વોટ્સએપ ગ્રુપ પર ચેટિંગ કરીને તે બાકી લોકોને પણ જોડતા હતા. ગુજરાત ATSની ટીમ લાંબા સમયથી આ લોકો પર વોચ રાખી રહી હતી. ગુજરાત ATSની તપાસમાં આ મામલે વધારે ખુલાસા થઇ શકે છે.

ગુજરાત ATSએ દિલ્હી,યુપી તેમજ અરવલ્લી ખાતેથી આતંકી ઝડપાયા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ચારેય આતંકી લોકોને ગ્રુપમાં જોડતા હતા. ગુજરાત ATSએ પકડેલા ચારેય આતંકીઓના નામ મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ ફરદીન, સૈફુલ્લાહ કુરેશી, ઝીશાન અલી છે.

આ સમાચાર શેર કરો