GSTV એસ્ટ્રોક્લબ દ્વારા અનોખી પહેલ, ગુજરાતના જ્યોતિષીઓને લોકસભા ચૂંટણીની આગાહી કરવાનું નિમંત્રણ
લોકસભા ચૂંટણી-2024ના પરિણામો વિશે સૌથી સચોટ આગાહી કરનારા જ્યોતિષીને આપવામાં આવશે

લોકસભા ચૂંટણી-2024ના પરિણામો વિશે સૌથી સચોટ આગાહી કરનારા જ્યોતિષીને આપવામાં આવશે રૂ.11,000નું ઇનામ: GSTVની વેબસાઇટ પરથી ફોર્મ ભરી શકાશે
દેશની સૌથી મોટી ચૂંટણી હવે પૂરી થવામાં છે ત્યારે ‘GSTV એસ્ટ્રોક્લબ’ દ્વારા તમામ જ્યોતિષીઓને રાજકીય આગાહી કરવા માટેનું આમંત્રણ પાઠવવામાં આવે છે. આ માટે તેમણે GSTVની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે.
ચોથી જૂને દેશની લોકસભા ચૂંટણી-2024નું પરિણામ છે. ત્યારે તેની આગાહી માટે તેજસ્વી જ્યોતિષવિદ્દોને આમંત્રિત કરવામાં આવે છે. તેમણે લોકસભામાં ભાજપને કેટલી બેઠકો મળશે, કોંગ્રેસને કેટલી બેઠકો મળશે, સાથોસાથ ભાજપ અને કોંગ્રેસને ગુજરાતમાં કેટલી બેઠક મળશે તેની સચોટ આગાહી કરવાની રહેશે. અ સાથે કેન્દ્રમાં એનડીએની સરકાર બનશે કે ઇંડિયા ગઠબંધનની તેની આગાહી કરવાની રહેશે. આ વિશે સૌથી સચોટ આગાહી કરનારા જ્યોતિષીને રૂ.11,000નું ઇનામ આપવામાં આવશે. બીજા ક્રમે સચોટ આગાહી કરનારને રૂ.8,000 અને ત્રીજા ક્રમે સચોટ આગાહી કરનારને રૂ.5000નું ઇનામ આપવામાં આવશે. જો એકથી વધુ ઉમેદવારો સચોટ આગાહી કરશે તો તેવા કેસમાં ડ્રો દ્વારા નિર્ણય કરવામાં આવશે.
જે જ્યોતિષીઓ ભાગ લેવા માગે છે તેમણે GSTVની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે, જેની લિંક આ પ્રમાણે છે :
https://www.gstv.in/election-2024
ફોર્મ અહીં આપેલી લિંક અથવા ક્યુઆર કોડ થકી GSTVની વેબસાઇટ પર જઈને ભરી શકાશે. આ માટે રુબરુ આવવાની જરૂર નથી.








