મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વાપી GST ઈન્સ્પેક્ટર નોકરીના એક વર્ષમાં જ લેવા લાગ્યા લાંચ, કચેરીમાં જ આટલા રૂપિયા લેતા ઝડપાયા

રાજ્ય સહિત દેશમાં ભ્રષ્ટાચારના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વાપી GST ભવનમાં એસીબીએ સપાટ

વાપી GST ઈન્સ્પેક્ટર નોકરીના એક વર્ષમાં જ લેવા લાગ્યા લાંચ, કચેરીમાં જ આટલા રૂપિયા લેતા ઝડપાયા

રાજ્ય સહિત દેશમાં ભ્રષ્ટાચારના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વાપી GST ભવનમાં એસીબીએ સપાટો બોલાવ્યો હતો. CGST ઇન્સ્પેક્ટર લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. નોકરીના એક જ વર્ષમાં લાંચ લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. પોતાની જ ઓફિસમાં ઈન્સ્પેક્ટર લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. જેથી એસીબીએ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ રશિયા-યુક્રેન યુધ્ધના લીધે અટવાયેલું લેડર અઢી વર્ષે પહોંચ્યુ સુરત, બે મિનિટમાં પહોંચી જશે 16 માળ સુધી
 
કચેરીમાં જ લાંચ લીધી

વાપી ખાતે આવેલી  સેન્ટ્રલ એક્સાઇઝની કચેરીમાં સી.જી.એસ.ટી. ઇન્સ્પેક્ટર તરીકે યશવંત રાજેન્દ્ર ગેહલોત ફરજ બજાવે છે. જેઓએ ફરિયાદીને ટેક્ષ બાબતે આપેલી નોટિસના નિકાલના કામ પેટે રૂપિયા 40 હજારની લાંચ માગી હતી. ફરીયાદી ખાનગી કન્સ્ટ્રક્શનની ભાગીદારી પેઢી ચલાવતા હોય જે પેઢીનો સને ૨૦૨૦-૨૧ ના વર્ષનો સેન્ટ્રલ જી.એસ.ટી તથા સ્ટેટ જી.એસ.ટી. ટેક્ષ ભરેલો હતો. તેમ છતા સી.જી.એસ.ટી. અને સેન્ટ્રલ એક્સાઇઝના પોર્ટલ ઉપર ફરીયાદીની પેઢીના સી.જી.એસ.ટી. તથા એસ.જી.એસ.ટી.ના રૂપિયા ભરવા બાબતે નોટીસ મળી હતી.

લાંચના છટકાનું આયોજન

ફરીયાદી સી.જી.એસ.ટી. કચેરી ખાતે જઇ આરોપી નાઓને મળતા તેઓએ ફરીયાદીની પેઢીને ટેક્ષ બાબતે આપેલ નોટીસનો નિકાલ કરાવી આપવાના અવેજ પેટે ફરીયાદી પાસે ૪૦,૦૦૦ની માંગણી કરી હતી. લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતાં આજરોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદી પાસેથી ૪૦,૦૦૦ની લાંચ સ્વીકારી પકડાઇ ગયો હતો. 

આ સમાચાર શેર કરો