સુરતમાં આઇસ્ક્રીમ વિક્રેતાઓ પર GST વિભાગના દરોડા, સોફ્ટવેરની મદદથી બિલ થતાં ડિલિટ
સુરતમાં ઉનાળા દરમિયાન સ્ટેટ જીએસટી દ્વારા રાજયમાં જ્યુશ, આઇસ્ક્રીમ, ભજીયા, પિઝાના 9 વેપારી

સુરતમાં ઉનાળા દરમિયાન સ્ટેટ જીએસટી દ્વારા રાજયમાં જ્યુશ, આઇસ્ક્રીમ, ભજીયા, પિઝાના 9 વેપારીઓના 45થી વધુ ઠેકાણા પર દરોડામાં 40 કરોડના રોકડ વ્યવહાર મળ્યા હતા. સુરતમાં બિસ્મિલ્લાહ અને 51-રેમ્બો પર મંગળવારની રાત્રિએ પૂર્ણ થયેલી તપાસમાં 2 કરોડના રોકડના વ્યવહાર મળી આવ્યા છે.
બિસ્મિલ્લાહમાંથી દોઢ કરોડના વ્યવહાર મળ્યા
બિસ્મિલ્લાહને ત્યાંની તપાસમાં 29 ફ્રેન્ચાઇઝીના કરાર પણ ન થયા હોવાનું સામે આવ્યું હતુ. આ કરાર એવા હોય છે જેમાં પેમેન્ટ કન્ડીશન અને નફા કે દર મહિને ફ્રન્ચાઇઝી કેટલાં રૂપિયા આપશે તેની વિગતો હોય છે. આ કરાર લેખિતમાં નહતા એવુ અધિકારીઓ કહી રહ્યા છે. તપાસ દરમિયાન રેમ્બોમાંથી 40 લાખ અને બિસ્મિલ્લાહમાંથી દોઢ કરોડના રોકડ વ્યવહાર મળ્યા હતા.
પેટપૂજા સોફ્ટવેર પડકારજનક
રાજયભરમાં તપાસ દરમિયાન પેટપૂજા નામનું એક સોફ્ટવેર અધિકારીઓને મળ્યુ છે. આ સોફ્ટવેર ઇશ્યુ થયેલા બિલ જ ડિલિટ કરી દેતુ હતુ. આથી ટર્નઓવર જ ઓછુ દેખાઈ.વિક્રેતાઓ પાણીની બોટલ પરના ટેક્સમાં પણ ગોલમાલ કરતા હતા. રોકડમાં મોટાભાગનો માલ લેવાતો હતો અને રકોડમાં જ વેચાતો હતો.








