ધ્રાંગધ્રાના નરસિંહપરા વિસ્તારમાં જૂથ અથડામણ, એસિડ એટેક સાથે પથ્થરમારો
Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદાઓ અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. છેલ્લા 24 કલાકમાં ફાય

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદાઓ અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. છેલ્લા 24 કલાકમાં ફાયરિંગની ઘટના બાદ હવે ધ્રાંગધ્રાના નરસિંહપરા વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના ઘટી છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા શહેરના નરસિંહપરા વિસ્તારમાં તહેવાર સમયે દુકાને વસ્તુ લેવા જતા ઉધાર વસ્તુ આપવાની ના પાડતા બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. આ સામાન્ય બાબતે બે જૂથ સામસામે આવી ગયા હતા, જેમાં એસિડ એટેક સાથે પથ્થરમારો પણ થયો હતો.
આ પણ વાંચો : જામનગરમાં ફટાકડા ફોડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, 7 લોકો ઘવાયા
ઘટનાની જાણ તાહતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જૂથ અથડામણની આ ઘટનામાં બંને જૂથના 12 જેટલા લોકો સામે ગુનો નોંધાયો છે. ગેરકાયદેસર બંદૂક દેખાડી ધમકી આપવામાં આવી હોવાનો પણ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.






