સુરેન્દ્રનગર સાયલામાં સામ-સામે વાહન આવતા થઈ જૂથ અથડામણ, મારા-મારીમાં 5 ઈજાગ્રસ્ત,18 સામે ફરિયાદ દાખલ
સુરેન્દ્રનગર જિલ્લામાં વારંવાર જૂથ અથડામણની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્

સુરેન્દ્રનગર જિલ્લામાં વારંવાર જૂથ અથડામણની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં જૂથ અથડામણની ઘટના સામે આવી હતી. બે દિવસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના યજ્ઞનગરમાં મારામારીની ઘટના બાદ 18 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. વાહન સામ-સામે આવી જતા સામાન્ય બોલાચાલીએ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
સામ-સામે વાહનો આવી જતા બે પક્ષે થઈ મારામારી
શુક્રવારે સામસામે વાહનો આવતા બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. બન્ને પક્ષો લાકડી, દંડા, પાઈપો વડે એક બીજા પર તૂટી પડ઼્યા હતા. તો બીજી તરફ આ બબાલમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
18 લોકો સામે નોંધાઈ ફરિયાદ
ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મારામારીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.વીડિયોના આધારે તેમજ ફરિયાદીના લખાવ્યા પ્રમાણે 16 લોકો સામે ફરિયાદ નોંધાઇ જ્યારે સામા પક્ષમાં પણ બે લોકો સામે ફરિયાદ નોંધાતા કુલ 18 લોકો સામે ફરિયાદ દાખલ કરાઇ છે.






