સુરતમાં સામાન લેવા આવેલી માસૂમ બાળા સાથે કરિયાણાના દુકાનદારે કર્યા અડપલાં, લોકોએ આપ્યો મેથિપાક
માં આદ્યશક્તિ આરાધનાના પર્વ નવરાત્રિની ઉજવણી થઈ રહી છે. બીજી તરફ દેવી સ્વરૂપા નાની બાળકો સલ

માં આદ્યશક્તિ આરાધનાના પર્વ નવરાત્રિની ઉજવણી થઈ રહી છે. બીજી તરફ દેવી સ્વરૂપા નાની બાળકો સલામત ન હોય તેવી ઘટના એક બાદ એક વધી રહી છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં એક કરિયાણાની દુકાનના માલિક દ્વારા જ સામાન લેવા આવેલી માસૂમ બાળકી સાથે અડપલાં કરવામાં આવ્યા હતાં.
બાળકી ડઘાઈ ગઈ
ઉધના વિસ્તારમાં ન્યૂ હરિધામ સોસાયટીના કરિયાણાની દુકાને સાતેક વર્ષની બાળકી સામાન લેવા માટે આવી હતી. રાત્રિના સમયે સામાન લેવા બાળકી આવી ત્યારે આસપાસમાં કોઈ નહોતું. જેથી હવસખોર કરિયાણાના દુકાનદારે બાળકીની એકલતાનો લાભ લઈને અડપલાં કરવાનું શરૂ કરી દીધું હતું. જેથી બાળકી ડઘાઈ ગઈ હતી. સાથે જ રડતાં રડતાં ઘર તરફ નાસી ગઈ હતી. બાળકી ખૂબ જ ડરી ગઈ હતી.
પરિવાર દુકાને પહોંચ્યો
રડતાં રડતાં બાળકીને ઘરે આવેલી જોઈને માતા-પિતાએ તેણીની પૂછપરછ કરી હતી. જેમાં બાળકીએ માતા પિતાને સમગ્ર હકીકત કહી હતી. બાદમાં પરિવાર કરિયાણા સ્ટોર પર પહોંચ્યો હતો. જ્યાં દુકાન ચાલકને શટરની બહાર કાઢીને મેથી પાક આપ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ ઉધના પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાદમાં કરિયાણા દુકાન ચાલકને પકડી વધુ તપાસ હાથ ધરી છે.








