મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: 'સૂર્ય નમસ્કાર' કરી નવા વર્ષને વધાવો, છેવાડાના નાગરિકો પણ આ રીતે ઓનલાઈન જોડાઈ શકશે

GenZ વેસ્ટર્ન કલ્ચર છોડી ભારતીય સંસ્કૃતિ મુજબ નવા વર્ષની ઉજવણી કરી તે હેતુથી તારીખ 1 જ

Gujarat news: 'સૂર્ય નમસ્કાર' કરી નવા વર્ષને વધાવો, છેવાડાના નાગરિકો પણ આ રીતે ઓનલાઈન જોડાઈ શકશે

GenZ વેસ્ટર્ન કલ્ચર છોડી ભારતીય સંસ્કૃતિ મુજબ નવા વર્ષની ઉજવણી કરી તે હેતુથી તારીખ 1 જાન્યુઆરીની વહેલી સવારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 'નવા વર્ષની પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે YouTube લાઈવના માધ્યમથી પ્રસારીત થશે. જેથી, રાજ્યના છેવાડાના નાગરિકો પણ સવારે 7:00 થી 8:00 કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં જોડાઈ શકશે.

દરેક વ્યક્તિ પોતાના ઘર આંગણા, અગાશી કે નજીકના બગીચામાં સૂર્ય નમસ્કાર કરી નવા વર્ષને આવકારશે. આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી યુવાધનને પ્રોત્સાહિત કરતું વક્તવ્ય આપશે અને સહભાગી થનાર તમામ નાગરિકોને ડિજિટલ સર્ટિફિકેટ પણ એનાયત કરાશે.  

કઈ રીતે જોડાવું?

નાગરિકોએ 1લી જાન્યુઆરીએ સવારે 7:00 વાગ્યે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સત્તાવાર YouTube ચેનલ પર લાઈવ જોડાઈ જવાનું રહેશે. વધુ વિગતો અને રજિસ્ટ્રેશન માટે https://suryanamaskar.gsyb.in ની મુલાકાત લો.  

આ સમાચાર શેર કરો